VIDEO: અચાનક પલટાયેલા હવામાને કહેર વરસાવ્યો, રાજસ્થાનમાં 10ના મોત અને 25 ઘાયલ

બુધવારે સાંજે હવામાનમાં પલટો આવતા અચાનક થયેલા ફેરફારના કારણે આંધી અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. અને ત્યારબાદ અનેક ઠેકાણે ધોધમાર વરસાદ વરસ્યો. ઉત્તર ભારતમાં તોફાન અને વરસાદના કારણે મોટા પાયે જાનમાલના નુકસાનના અહેવાલ છે.

VIDEO: અચાનક પલટાયેલા હવામાને કહેર વરસાવ્યો, રાજસ્થાનમાં 10ના મોત અને 25 ઘાયલ

નવી દિલ્હી: બુધવારે સાંજે હવામાનમાં પલટો આવતા અચાનક થયેલા ફેરફારના કારણે આંધી અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. અને ત્યારબાદ અનેક ઠેકાણે ધોધમાર વરસાદ વરસ્યો. ઉત્તર ભારતમાં તોફાન અને વરસાદના કારણે મોટા પાયે જાનમાલના નુકસાનના અહેવાલ છે. એકલા રાજસ્થાનમાં જ હવામાનમાં પલટો આવી જતા જે કહેર વર્તાયો તેના કારણે 10 લોકોએ જીવ ગુમાવ્યાં અને લગભગ બે ડઝન લોકો ઘાયલ થયા છે. આ ઉપરાંત અનેક સ્થળો પર વીજળી પડવાના કારણે પાલતુ પ્રાણીઓ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાના કારણે પાકને નુકસાન થયું હોવાના અહેવાલ છે. ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટતા અનેક ઘરોને નુકસાન થયું છે. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. દક્ષિણ ભારતથી પણ નુકસાનના અહેવાલ છે.

ઉત્તર ભારતમાં બુધવારે સાંજ ઢળતાની સાથે જ હવામાનમાં પલટો આવ્યો. સાંજ થતા જ આકાશમાં ધૂળની ડમરીઓ સાથે વાદળો ઘેરાઈ ગયાં અને તેજ હવા ચાલવા લાગી. ગરમીમાં સપડાયેલા લોકોને પહેલા તો આ હવામાન પલટો રાહત આપતો લાગ્યો. પરંતુ જોત જોતામાં તો અનેક જગ્યાઓ પર તે આફત બની ગઈ. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં હવામાન બદલાતા આફત જોવા મળી.

રાજસ્થાનની વાત કરીએ તો અલવરમાં ધૂળ ભરેલી આંધીના કારણે થયેલા રોડ અકસ્માતમાં બે લોકોના મોત થયાં. જ્યારે અનેક લોકો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ધૌલપુરમાં પણ હવામાનમાં પલટો આવતા થયેલા રોડ અકસ્માતમાં બે લોકોના જીવ ગયા. ભરતપુરમાં થયેલા અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યાં અને લગભગ 25 લોકો ઘાયલ થયા છે.

— ANI (@ANI) May 2, 2018

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હવામાન કહેર બનીને લોકો પર તૂટ્યું. અહીંના નારાયણ બગડ ગામમાં વાદળ ફાટ્યું, વાદળ ફાટવાના કારણે લોકોના ઘરો પર કીચડનું પૂર ફરી વળ્યું. તેનાથી અનેક મકાનોને નુકસાન થયું અને મોટા પ્રમાણમાં સંપત્તિ તબાહ થઈ. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી.

દિલ્હીની વાત કરીએ તો દિલ્હીવાસીઓ માટે આ મોસમ રાહતના સમાચાર લઈને આવ્યું. અહીં તાપમાનમાં ઘટાડો નોંધાયો. જો કે અનેક જગ્યાઓ પર વરસાદ તૂટી પડતા રાજધાનીની રફતાર થમી ગઈ અને અનેક જગ્યાઓ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. સૌથી વધુ અસર ફ્લાઈટ્સને થઈ. દિલ્હી આવનારી 15 ફ્લાઈટ્સને બીજી જગ્યાએ ડાઈવર્ટ કરવામાં  આવી.

— ANI (@ANI) May 2, 2018

આ બાજુ મુંબઈથી દુબઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટ 6ઈ-61ને અધ રસ્તે જ મુંબઈ પાછી બોલાવી લેવાઈ. વિમાનના કોઈ ભાગથી ધુમાડો નિકળતા ઈમરજન્સી સ્થિતિમાં વિમાનને એરપોર્ટ પર ઉતારી લેવાયું. વિમાનમાં 176 મુસાફરો સવાર હતાં.

હિમાચલ પ્રદેશના શિમલા સહિત અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો. વરસાદના કારણે અહીં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત પંજાબ, અને હરિયાણામાં વરસાદના કારણએ ખેડૂતોને ખુબ નુકસાન સહન કરવું પડ્યું. ખેડૂતોના ઘઉં હાલ મંડીમાં કે ખેતરોમાં પડ્યા છે. પંજાબ અને હરિયાણામાં અનેક સ્થળો પર કરા પડ્યાના પણ અહેવાલો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news