Weather Update: ચોમાસુ બેસે તે પહેલા જ જોવા મળ્યો ખતરનાક સંકેત, હવામાન વિભાગે આપી ચેતવણી 

આ વખતે ચોમાસુ વહેલું બેસે તેવા એંધાણ છે જો કે ચોમાસુ બેસે તે પહેલા હવામાનમાં એક જબરદસ્ત પલટો જોવા મળ્યો છે. ઉત્તર  ભારતમાં આ પલટો લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યો છે. 

Weather Update: ચોમાસુ બેસે તે પહેલા જ જોવા મળ્યો ખતરનાક સંકેત, હવામાન વિભાગે આપી ચેતવણી 

ઉત્તર ભારતના અનેક રાજ્યો ખાસ કરીને દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણાના કેટલાક  ભાગોમાં ધૂળ અને ધૂમ્મસની ચાદર આકાશમાં જોવા મળી રહી છે. પવનની ગતિ વધુ ન હોવાથી આ ધૂળની ચાદરે આકાશને ઢાંકી લીધુ છે. વધુ દૂર સુધી જોવામાં મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આવું આગામી 24 કલાક સુધી રહી શકે છે. પીળી ધૂળની આ ચાદર ફ્લાઈટ્સના ઓપરેશનમાં પણ મુશ્કેલીઓ પેદા કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના રણ વિસ્તારોમાંથી આવેલી આ ધૂળ ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી-પંજાબ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. 

જો કે હવામાન ફરીથી પલટી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 15થી 18 મે સુધી યુપી અને રાજસ્થાનમાં લૂનો કહેર જોવા મળી શકે છે. જ્યારે બંગાળથી સિક્કિમ સુધી આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશ, કેરળ, તમિલનાડુમાં પણ અલગ અલગ જગ્યાઓ પર વરસાદ પડી શકે છે. 

મોનસૂન અપડેટ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસુ દક્ષિણ અરબ સાગર, માલદીવ અને બંગાળની ખાડીના કેટલાક ભાગો તરફ ચોમાસુ આગળ વધી રહ્યું છે. આંદમાન નિકોબાર દ્વિપ સમૂહ, આંદમાન સાગરના કેટલાક ભાગો અને બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં દક્ષિણ પશ્ચિમ મોનસૂનના આગળ વધવાના અનુકૂળ હાલાત જોવા મળી રહ્યા છે. 

હીટવેવ એલર્ટ
હવામાન વિભાગનું કહેવું છે કે વેસ્ટ યુપીમાં 18 મે સુધી હીટવેવ એલર્ટ છે. આ દરમિયાન નોઈડા-ગાઝિયાબાદથી હાપુડ બાગપત જેવા જિલ્લાઓમાં તાપમાન 37થી 40 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. આગામી 2-3 દિવસ સુધી ગરમીનો પ્રકોપ વધશે. દિવસની સાથે સાથે રાતના તાપમાનમાં પણ વધારાથી ગરમીનો કહેર જોવા મળશે. 

બીજી બાજુ પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, વિદર્ભ, મધ્ય પ્રદેશ, ઝારખંડમાં ગાજવીજ સાથે ભારે પવન અને વરસાદ જોવા મળી શકે છે. જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ-હરિયાણા, અને વેસ્ટ યુપીમાં 30થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી ભારે પવન અને કેટલીક જગ્યાઓ પર હળવા વરસાદના એંધાણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news