ઉત્તરભારતમાં કાળઝાળ ગરમી તો કેરળમાં પડશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગ

ઉત્તરભારતમાં હવામાન વિભાગ દ્વારા લૂં અંગે એલર્ટ આપ્યું હતું, જ્યારે કેરળમાં તોફાન અંગે એલર્ટ આપ્યું છે

ઉત્તરભારતમાં કાળઝાળ ગરમી તો કેરળમાં પડશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગ

નવી દિલ્હી : ખેરળમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ચોમાસુ કેરળથી હવે થોડુ જ દુર છે. જો કે દક્ષિણ પશ્ચિમ અરબ સાગરમાં પેદા થનારી હવાઓનાં કારણે કેરળમાં વરસાદ થવાનું નિશ્ચિત છે. 1 જુનથી મોનસુર કેરળમાં સંપુર્ણ સક્રિય થશે. બીજી તરફ અંડમાન, અસમ, મેઘાલય અને પુર્વી ભારતનાં કેટલાક હિસ્સાઓમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે. બીજી તરફ ઉત્તર ભારતમાં ગર્મી પોતાનો કાળોકેર યતાવત્ત રાખશે. 

આગામી 5 દિવસોમાં તાપમાનમાં કોઇ ઘટાડો થાય તેવી શક્યતા નથી. ઉપરાંત હવા વધારે વહેવાનાં કારણે ગરમી ઓર વધી શકે છે અથવા તો લુ લાગવાની શક્યતાઓ વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા લુ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 

5 દિવસ માટે એલર્ટ
હવામાન વિભાગે આગાી 5 દિવસ માટે આપેલા પુર્વાનુમાનમાં ચેતવણી આપી છે કે અરબ સાગરમાં ઓમાન નજીક મેકુનુ તોફાનનો ખતરો છે. એવામાં મોનસુનનો યોગ્ય સમયે પહોંચે તેવી શક્યતા છે. કેરળમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ થઇ શકે છે. બીજી તરફ તમિલનાડુમાં પણ વરસાદની શક્યતાઓ છે. જો કે ઉત્તર ભારતમાં ગરમીનો કેર યથાવત્ત રહેશે. આગામી બે દિવસ પારો વધાવાની સંભાવના છે. જો કે ગરમ હવાઓનાં કારણે લુનો ખતરો છે. ખાસ કરીને દિલ્હી   એનસીઆરમાં લુની સૌથી વધારે અસર થઇ શકે છે. 

30 મેથી વાતાવરણમાં પલ્ટો આવશે. 
હવામાન વિભાગનાં અનુસાર આગામી ત્રણ દિવસ ગર્મી રહ્યા બાદ 30 મેનાં રોજ ઉત્તરભારતમાં હવામાલ બદલાશે. દિલ્હી  એનસીઆર સહિત ઉત્તર ભારતનાં ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાશે ઉપરાંત સામાન્ય વરસાદ પણ પડી શકે છે.

કેરળમાં તોફાનની આશંકા
 આઇએમડીનાં અનુસાર ભારતનાં સાઉથ  વેસ્ટર્સ કોસ્ટલાઇટ નજીક વેસ્ટન સેન્ટ્રલ અરબ સાગરમાં હવાની ઝડપ 90થી 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સમુદ્રમાં મોઝા 3 મીટર સુધી ઉંચા જઇ શકે છે. હવામાન વિભાગે પણ માછીમારોને સાગર નહી ખેડવા માટેની સલાહ આપી છે. ચક્રવાતી તોફાન મેકુનુનો ખતરો પણ હજી સુધી ટળ્યો નથી. જેનાં કારણે 170થી 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news