West Bengal Assembly Elections 2021: મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા, ભાજપનો આરોપ- TMC ના લોકોએ કર્યું ફાયરિંગ

તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે. 

West Bengal Assembly Elections 2021: મતદાન દરમિયાન કૂચબિહારમાં હિંસા, ભાજપનો આરોપ- TMC ના લોકોએ કર્યું ફાયરિંગ

West Bengal Assembly Elections 2021:  ચોથા તબક્કાના મતદાન દરમિયાન ભાજપ નેતા લોકેટ ચેટર્જીની કાર પર હુગલીમાં સ્થાનિક લોકોએ હુમલો કર્યો છે. 

— ANI (@ANI) April 10, 2021

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Elections 2021) ના ચોથા તબક્કામાં સવારે સાડા 9 વાગ્યા સુધી 15.85 ટકા મતદાન થયું છે.

— ANI (@ANI) April 10, 2021

— ANI (@ANI) April 10, 2021

આજથી 10 એપ્રિલના રોજ પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ચોથા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. આ તબક્કામાં ઉત્તર બંગાળમાં કૂચબિહાર, અલીપુરદ્રાર, દક્ષિણ 24 પરગણા, હાવડા અને હુગલીમાં 44 વિધાનસભા સીટો પર મતદાન થઇ રહ્યું છે. મતદાન માટે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચે મતદાન માટે 44 સીટોના 15,940 બૂથો પર કેંદ્રીય સશસ્ત્ર પોલીસ બળ (CAPF) ની ઓછામાં ઓછી 789 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘણી જગ્યાએ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો છે. તો બીજી તરફ ટીએમસી તરફથી મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીએ ઘણી વિધાનસભામાં જનસભાઓ સંબોધી છે. 

— ANI (@ANI) April 10, 2021

તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે. 

પશ્વિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 (West Bengal Assembly Elections 2021) ના ચોથા તબક્કામાં ભાજપની સાંસદ લોકેટ ચેટર્જી હુગલીની ચુચુડા અને નિતિશ પ્રામાણિક કૂચબિહારની દિનહાટા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તે ચૂંટણી લડતાં હોવાથી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ભગવા પાર્ટી યોગ્ય ઉમેદવાર નથી, જેના લીધે તેમણે પોતાના સાંસદોને ચૂંટણીના મેદાનમાં ઉતારવા પડ્યા. 

અત્રે ઉલ્લેખનીય છે કે મીર જાફરએ 1957 માં પ્લાસીની ઐતિહાસિક લડાઇમાં બંગાળના નવાજ સિરાજ-ઉદ-દૌલાની સાથે ગદ્દારી કરી હતી. તો બીજી તરફ રાજીવ બેનર્જીએ ચૂંટણી સભાઓમાં કહ્યું કે ટીએમસીની 'ભ્રષ્ટ નીતિઓ', તેમના નેતાઓના અહંકાર અને જન વિરોધી નિર્ણયોનાલ ઈધે પાર્ટી રહેવું અસંભવ થઇ ગયું છે. 

આજે શનિવારે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં ટીએમસી (TMC) માંથી ભાજપમાં (BJP) માં જોડાયેલા રાજીવ બેનર્જીની કિસ્મતનો નિર્ણય પણ થશે. પૂર્વમંત્રી રાજીવ બેનર્જી હાવડા જિલ્લાના દોમજુરથી ચૂંટણી લડી રહ્યા છે. ટીએમસીનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા રાજીવ બેનર્જી લગભગ દરેક ચૂંટણી સભામાં ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીને 'ગદ્દાર' અને 'મીર જાફર' કહી ચૂક્યા છે. 

ચોથા તબક્કામાં થનાર હાઇ પ્રોફાઇલ મુકાબલામાં કલકત્તામાં બંગાળી ફિલ્મ ઇંડસ્ટ્રીનું હદય કહેવાતા ટોલીગંજથી બાબુલ સુપ્રિયો અને હાલના ધારાસભ્ય અરૂપ બિસ્વાસ વચ્ચે જંગ રસપ્રદ રહેશે. તો બીજી તરફ ટીએમસીના મહાસચિવ પાર્થ ચેટર્જી સતત ચોથીવાર વિધાનસભા ચૂંટણી જીતવાની કવાયતમાં બેહાલા પશ્વિમ સીટ પરથી ભાજપના ઉમેદવાર અને ફિલ્મ એક્ટ્રેસ શ્રાબંતી ચેટર્જીને ટક્કર આપશે.  

કેંદ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો, પશ્વિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અરૂપ બિસ્વાસની રાજકિય કિસ્મતનો નિર્ણય આજે શનિવારે ચોથા તબક્કાના મતદાનમાં ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ જશે. ભાજપના બે સાંસદ પણ 10 એપ્રિલના રોજ થનાર ચૂંટણીમાં મેદાનમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news