West Bengal Assembly Elections 2021 Live: પાંચમાં તબક્કા માટે વોટિંગ શરૂ, બૂથની બહાર લાગી લાંબી લાઈનો

આજે 17 એપ્રિલેના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 ના પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં, બંગાળના 6 જિલ્લાની 45 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે

West Bengal Assembly Elections 2021 Live: પાંચમાં તબક્કા માટે વોટિંગ શરૂ, બૂથની બહાર લાગી લાંબી લાઈનો

West Bengal Assembly Elections 2021: આજે 17 એપ્રિલેના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 ના પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં, બંગાળના 6 જિલ્લાની 45 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઉત્તર 24 પરગણાની 16, પૂર્વ બર્ધમાન અને નદિયામાં 8-8, જાલપાઇગુડીમાં 7, દાર્જીલિંગમાં 5 અને કાલિમપોંગ જિલ્લાની 1 વિધાનસભા બેઠક પર આજે મતદાન ચાલી રહ્યું છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે મતદાન યોજવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આજે લોકસભાના 2 અને 11 રાજ્યોની 14 વિધાનસભા બેઠકો પર પણ પેટાચૂંટણી છે. કર્ણાટકના બેલાગવી અને આંધ્રપ્રદેશના તિરુપતિમાં મતદાન ચાલી રહ્યું છે.

પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી અને બિધાનગરના ટીએમસી ઉમેદવાર સુજિત બોઝે પૂર્વ કોલકાતામાં મતદાન મથકની મુલાકાત લીધા હતા. અહીં પાંચમા તબક્કા માટે મતદાન ચાલુ છે.

— ANI (@ANI) April 17, 2021

કર્ણાટકના બેલાગવીમાં લોકસભા પેટા ચૂંટણી (Belagavi Lok Sabha Bypoll) માટે મતદાન ચાલી રહ્યું છે.

— ANI (@ANI) April 17, 2021

ગોરખા નેશનલ લિબરેશન ફ્રન્ટના (GNLF) પ્રમુખ મેન ઘીસિંગે કહ્યું હતું કે 'ખેલા શેષા' છે. અમે જોઈ રહ્યા છીએ. પર્વત અને આપણી સમસ્યાઓના સમાધાન માટે આ સરકાર બદલવી પડશે. અમને ભાજપ સરકાર જોઈએ છે. અમને ન્યાય જોઈએ છે.

— ANI (@ANI) April 17, 2021

પશ્ચિમ બંગાળના (West Bengal Elections 2021) દક્ષિણેશ્વર ખાતે મતદાન મથકની બહાર મતદારોની મોટી ભીડ દેખાઇ હતી. લોકો અહીંયા લાઇનમાં ઉભા છે અને તેમના વારોની રાહ જોતા હોય છે.

— ANI (@ANI) April 17, 2021

ટીએમસી નેતા મદન મિત્રાએ ઉત્તર 24 પરગણાની કામરહતીમાં પોતાનો મત આપ્યો. મતદાન કરતા પહેલા મદન મિત્રાએ દક્ષિણેશ્વર કાલી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

— ANI (@ANI) April 17, 2021

આ નજારો પશ્ચિમ બંગાળના સિલીગુડીનો છે. અહીં પોલિંગ બૂથને ખાસ રીતે શણગારવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી અહીં વોટિંગ શરૂ થઈ ગયું.

— ANI (@ANI) April 17, 2021

પાંચમાં તબક્કાનું વોટિંગ શરૂ થતા પહેલા પશ્ચિમ બંગાળના બિધાનનગરમાં પોલિંગ બૂથ તૈયારીઓ પૂરી કરવામાં આવી. કડક સુરક્ષા વચ્ચે અહીં મતદાન કરવામાં આવી રહ્યું છે.

— ANI (@ANI) April 17, 2021

વોટિંગ શરૂ થતા પહેલા પશ્ચિમ બંગાળના કમરહાટીમાં પોલિંગ બૂથની બહાર લોકોની લાઈનો જોવા મળી રહી છે. મતદાન માટે વોટર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

— ANI (@ANI) April 17, 2021

પશ્ચિમ બંગાળમાં આજે પાંચમા તબક્કાનું મતદાન (West Bengal Voting) મહત્વનું છે. આજે 6 જિલ્લાની કુલ 45 વિધાનસભા બેઠકો પર 342 ઉમેદવારના ભાગ્યનો નિર્ણય ઇવીએમમાં બંધ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) આજે અનેક રેલીઓને સંબોધિત કરશે.

BJP દ્વારા ઘણી બેઠકો જીતવાની સંભાવના
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માં (West Bengal Election) અત્યાર સુધીમાં રાજ્યની 294 બેઠકોમાંથી 135 બેઠકો પર મતદાન યોજાયું છે અને હવે બાકીની 159 બેઠકો ત્રણ તબક્કામાં યોજાવાની છે. જો તમે 2019 લોકસભાની ચૂંટણીમાં મળેલી જીતનાં ડેટાનું વિશ્લેષણ કરો તો 6 જિલ્લાની આ 45 બેઠકોમાંથી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 23 બેઠકો જીતી શકે, તો ભાજપ 22 બેઠકો જીતી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news