TATA ની લડાઈ દિલ્હી સુધી પહોંચી, ₹35.5 લાખ કરોડની કંપનીના આંતરિક વિવાદે સરકારમાં ખલબલી મચાવી

TATA Trust Boardroom Dispute: રતન ટાટા જીવતા હતા ત્યાં સુધી ટાટા ગ્રુપ એક રહ્યું. 9 ઓક્ટોબર, 2024 ના રોજ ટાટા ગ્રુપને પોતાનું આખું જીવન સમર્પિત કરનાર રતન ટાટાના અવસાનને આજે એક વર્ષ થયું છે. તેમના અવસાનના એક વર્ષ પછી, દેશનું સૌથી પ્રતિષ્ઠિત ગ્રુપ હવે વિવાદોને કારણે સમાચારમાં છે.

 TATA ની લડાઈ દિલ્હી સુધી પહોંચી, ₹35.5 લાખ કરોડની કંપનીના આંતરિક વિવાદે સરકારમાં ખલબલી મચાવી

Tata Group Internal Dispute: જ્યાં સુધી રતન ટાટા જીવિત રહ્યા, ટાટા ગ્રુપ એકત્ર રહ્યો. પોતાનું જીવન ટાટા કંપનીના નામે સમર્પિત કરી દેનાર રતન ટાટાના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું. 9 ઓક્ટોબર 2024ના તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધનના એક વર્ષ બાદ આજે દેશનું સૌથી પ્રતિષ્ઠિત કારોબારી ગ્રુપ વિવાદોને કારણે ચર્ચામાં છે. આ157 વર્ષ જૂના બિઝનેસ ગ્રુપમાં 400 કંપનીઓ છે, જેમાંથી 30 કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. આટલી મોટી કંપની સાથે સંકળાયેલો વિવાદ મહત્વપૂર્ણ હોવો જોઈએ. એટલો મહત્વપૂર્ણ કે ટાટા બોર્ડરૂમ વિવાદે સરકારને આઘાત આપ્યો. કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો. ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણે વ્યક્તિગત રીતે જવાબદારી સંભાળી. ટાટા બોર્ડરૂમ વિવાદ રાષ્ટ્રીય મુદ્દો બની ગયો. કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ અને નિર્મલા સીતારમણે નોએલ ટાટા અને એન ચંદ્રશેખરન સહિત ટાટા ગ્રુપના વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તેમને આ વિવાદનો ઝડપથી ઉકેલ લાવવા વિનંતી કરી. આ 157 વર્ષ જૂના ગ્રુપમાં આંતરિક વિવાદ હવે બોર્ડરૂમમાંથી બહાર નીકળીને લોકો સુધી પહોંચી ગયો છે. ચાલો સમજીએ કે આ વિવાદ શું છે અને શા માટે આ ગ્રુપ બે જૂથોમાં વિભાજીત થઈને જૂથવાદનો શિકાર બન્યું છે.

ટાટા ગ્રુપનો આંતરિક વિવાદ
₹30 લાખ કરોડનું ટાટા ગ્રુપ, જેનું મૂલ્યાંકન પાકિસ્તાનના સમગ્ર GDP કરતાં વધુ છે, તે હાલમાં આંતરિક વિવાદમાં ફસાયેલું છે. આ વિવાદમાં સરકારની દખલગીરી જરૂરી છે કારણ કે ટાટા ગ્રુપે બજારમાં ₹25 લાખ કરોડનું રોકાણ કર્યું છે. દેશના કુલ GDPમાં તેનો હિસ્સો 4% છે. આ ગ્રુપ દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો કર ચૂકવે છે અને લાખો નોકરીઓનું સર્જન કરે છે. તેથી, ગ્રુપમાં આંતરિક મતભેદો માત્ર કંપનીને જ નહીં પરંતુ દેશના અર્થતંત્રને પણ અસર કરી શકે છે. આ વિવાદ એટલો વધી ગયો કે બુધવારે અમિત શાહના નિવાસસ્થાને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન, ટાટા ટ્રસ્ટના વાઇસ ચાન્સેલર વેણુ શ્રીનિવાસન અને ટ્રસ્ટીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. સરકારે તેમને ખાતરી કરવા કહ્યું કે મતભેદો કંપનીને અસર ન કરે.

Add Zee News as a Preferred Source

નોએલ ટાટાની એન્ટ્રી બાદ સ્થિતિ બદલાઈ... શું છે વિવાદનું કારણ
જે રીતે રતન ટાટા કંપનીને એક રાખવામાં સફળ થયા તેમના ભાઈ નોએલ ટાટા તેમાં ચૂકી ગયા. રતન ટાટાના નિધન બાદ ટાટા ગ્રુપમાં જે થઈ રહ્યું છે, તે કોઈની આશાથી દૂર છે. રતન ટાટા બાદ તેમની જગ્યા નોએલ ટાટાને મળી ગઈ, પરંતુ તેમની એન્ટ્રી બાદ ટાટા ટ્રસ્ટની અંદર બે જૂથ બની ગયા છે.  ટાટા ગ્રુપના 65% હોલ્ડિંગ ટાટા ટ્રસ્ટ પાસે છે. ટાટા ગ્રુપની કંપનીઓ 13% હિસ્સો ધરાવે છે, અને મિસ્ત્રી પરિવાર 18.4% હિસ્સો ધરાવે છે. નોએલ ટાટા પહેલા ટ્રસ્ટમાં જોડાયા અને પછી ટાટા સન્સમાં, જે ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને TCS જેવી કંપનીઓનું સંચાલન કરતી હોલ્ડિંગ કંપની છે. નોએલ ટાટા બોર્ડમાં જોડાયા, પરંતુ આ નિર્ણય ટ્રસ્ટમાં સર્વસંમતિથી નહોતો, જેના કારણે ટાટા ટ્રસ્ટ બે જૂથોમાં વિભાજીત થઈ ગયા. જૂથમાં મતભેદ અને સત્તાનું ધ્રુવીકરણ થવા લાગ્યું. આનાથી બળવો થયો અને વિશ્વાસ તૂટી ગયો. ટાટામાં ટ્રસ્ટના મુદ્દાઓ... રતન ટાટાના ગયા પછી, 157 વર્ષ જૂની કંપની બે જૂથોમાં વિભાજીત થઈ રહી છે, નોએલ ટાટાનો વિરોધ અને બોર્ડરૂમ ડ્રામામાં સરકારનો પ્રવેશ.

રતન ટાટાના નિધન બાદ શું વિશ્વાસ ઘટી રહ્યો છે?
રતન ટાટા જ્યાં સુધી જીવિત રહ્યા, તેમણે ટાટા ગ્રુપમાં એકતા જાળવી રાખી. તેમના નિધન બાદ ટ્રમ્પની અંદર ઉમેદવારી, રી-અપોઈન્ટમેન્ટ જેવા મુદ્દા પર વિવાદ વધી ગયો. એક જૂથ મિસ્ત્રીનું તો બીજુ નોએલ ટાટાનું બની ગયું. મેહલ મિસ્ત્રી શાપૂરજી પલ્લોનજી પરિવારમાંથી છે, જેમની ટાટામાં 8.3 ટકા ભાગીદારી છે. મિસ્ત્રી પર આરોપ છે કે તે નોએલ ટાટાને નબળા પાડવા ઈચ્છે છે, જ્યારે તે આરોપ લગાવે છે કે તેમને મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી બહાર રાખવામાં આવી રહ્યાં છે. આ બધા ઝઘડા વચ્ચે, ટાટાના સમર્થક ગણાતા વિજય સિંહે બોર્ડમાંથી રાજીનામું આપી દીધું. નોએલ ટાટા ઇચ્છતા હતા કે વિજય સિંહ બોર્ડમાં રહે, પરંતુ મિસ્ત્રી જૂથે તેમની પુનઃનિયુક્તિ સ્વીકારવાનો ઇનકાર કર્યો. વાસ્તવિક વળાંક ત્યારે આવ્યો જ્યારે ટ્રસ્ટીઓના એક મોટા જૂથે મેહલી મિસ્ત્રીને નોમિનેટ કરવાનો પ્રયાસ કર્યો. ટ્રસ્ટમાં મેહલી મિસ્ત્રી જેવા શક્તિશાળી જૂના સભ્યોનો એક જૂથ રચાયો. આ જૂથ નોએલ ટાટાના નિર્ણયોમાં દખલ કરવા માંગતો હતો. 

157 વર્ષ જૂની કંપનીમાં લગભગ 400 કંપનીઓ આ ગ્રુપનો ભાગ છે. બજારમાં 25 લાખ કરોડ રૂપિયા લાગ્યા છે. આ વિવાદની અસર કંપનીના કામકાજ પર પડી શકે છે. સીધી રીતે તો નહીં. પરંતુ આ સત્તા સંઘર્ષ રણનીતિક નિર્ણયને પ્રભાવિત કરી શકે છે, ઈન્વેસ્ટરોની ભાવના પર અસર કરી શકે છે. છેલ્લા એક વર્ષમાં જે થયું તે પ્રથમવાર જોવા મળ્યું. પ્રથમવાર ટાટાની કંપની TCSમાં 2000 લોકોની છટણી કરવામાં આવી. ટીસીએસમાં થયેલી છટણીએ ઉદ્યોગ જગતની સાથે દેશના વિશ્વાસને ડગમગાવી દીધો છે.

રતન ટાટાના નિધન બાદ પાવરની લડાઈ
રતન ટાટાના નિધન બાદ ગ્રુપની અંદર પાવરની લડાઈ ચાલી રહી છે. પ્રથમવાર ટાટા પરિવારમાંથી કોઈને ટાટા ટ્રસ્ટ અને ટાટા સન્સ બોર્ડમાં જગ્યા મળી. ટાટા પરિવારની નવી જનરેશન બોર્ડમાં સામેલ થવા લાગી. નોએલ ટાટાની દીકરી માયા, લિઆહ અને પુત્ર નેવિલ ટાટાને સર રતન ટાટા ઇન્ડસ્ટ્રિયલ ઈન્સ્ટીટ્યુટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સામેલ કરવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news