Operation Keller: 'સિંદૂર' બાદ ભારતીય સેનાએ અચાનક લોન્ચ કર્યું વધુ એક ઓપરેશન, જાણો તેનું કારણ
Indian Army Operation Keller: પાકિસ્તાનની અંદર સરહદ પાર હવાઈ હુમલાઓ સાથે સંકળાયેલ ઓપરેશન સિંદૂર કદાચ મુલતવી રાખવામાં આવ્યું હશે, પરંતુ પાકિસ્તાનની મદદથી ખીલી રહેલા આતંકવાદીઓને ભાગવાનો મોકો મળશે નહીં. ભારતીય સેનાએ લશ્કર આતંકવાદીઓને ખતમ કરવા માટે 'ઓપરેશન કેલર' નામનું ઓપરેશન શરૂ કર્યું છે.
Trending Photos
Operation Keller in Kashmir: પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને તેના પ્રાયોજિત આતંકવાદીઓને પાઠ ભણાવ્યા બાદ, ભારતીય સેનાએ વધુ એક ઓપરેશન શરૂ કર્યું છે. માત્ર 48 કલાક પહેલા, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થયો, જ્યારે ભારતીય સેનાનું વધુ એક ઓપરેશન આતંકવાદીઓ માટે ઘાતક બન્યું. સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે જો હવે કોઈ આતંકવાદી હુમલો થશે તો તેને 'યુદ્ધનું કૃત્ય' ગણવામાં આવશે. અહીં, સેનાએ દેશની અંદર છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવાના કાર્યક્રમને વધુ તીવ્ર બનાવ્યો છે. આવી સ્થિતિમાં, એ સમજવું રસપ્રદ છે કે ઓપરેશન કેલર શું છે?
થોડા કલાકો પહેલા, જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં એક એન્કાઉન્ટર દરમિયાન, ભારતીય સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ઓપરેશનલ કમાન્ડર સહિત 3 ખતરનાક આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા બાદ 'શોધો અને ખતમ કરો' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ આતંકવાદીઓ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કેલર ગામના શુકરુના જંગલોમાં છુપાયેલા હતા. પહેલગામ આતંકવાદી હુમલા બાદથી, આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. કેલ્લર અથવા કેલર ગામ શોપિયાં જિલ્લામાં છે.
OPERATION KELLER
On 13 May 2025, based on specific intelligence of a #RashtriyasRifles Unit, about presence of terrorists in general area Shoekal Keller, #Shopian, #IndianArmy launched a search and destroy Operation. During the operation, terrorists opened heavy fire and fierce… pic.twitter.com/KZwIkEGiLF
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 13, 2025
શાહિદ કુટ્ટેનું કામ તમામ
13 મે 2025ના ગુપ્ત માહિતી મળવા પર રાષ્ટ્રીય રાઇફલ્સના યુનિટે સર્ચ એન્ડ ડિસ્ટ્રોય ઓપરેશન લોન્ચ કર્યું. ભારતીય સેનાના ઓપરેશન કેલર માટે એક્શનવાળો એક ફોટો પણ જારી કર્યો છે. ભારતીય સેનાએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન આતંકીઓએ ભારે ફાયરિંગ શરૂ કર્યું, સેનાએ જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓને ઢેર કર્યાં હતા. તેમાં લશ્કર-એ-તૈયબાનો ઓપરેશન ચીફ શાહિદ કુટ્ટે પણ સામેલ હતો.
શાહિદ ચોટીપોરા હીરપોરા (શોપિયાં) નો રહેવાસી હતો. તે મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંથી એક હતો, જે 8 માર્ચ 2023ના આતંકી સંગઠનમાં સામેલ થયો હતો. સૂત્રો પ્રમાણે તે કેટેગરી-એનો આતંકી હતો. ઘણા આતંકી હુમલામાં તેનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. તે 08 એપ્રિલ 2024 ના રોજ ડેનિશ રિસોર્ટમાં ગોળીબારની ઘટનામાં પણ સામેલ હતો, જેમાં બે જર્મન પ્રવાસીઓ અને એક ડ્રાઇવર ઘાયલ થયા હતા. આ ઉપરાંત, તે 18 મે 2024ના રોજ શોપિયાના હિરપોરામાં ભાજપ સરપંચની હત્યામાં પણ સામેલ હતો. ૩ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કુલગામના બેહીબાગ ખાતે ટીએ કર્મચારીઓની હત્યામાં પણ તે સામેલ હોવાની શંકા છે.
કેટેગરી-સીનો બીજો આતંકી
બીજા આતંકીની ઓળખ અદનાન શફી ડાર પુત્ર મોહમ્મદ શફી ડાર નિવાસી વંડુના મેલહોરા, શોપિયાંના રૂપમાં થઈ છે. તે 18 ઓક્ટોબર 2024ના લશ્કર-એ-તૈયબામાં સામેલ થયો હતો અને કેટેગરી-સીનો આતંકી હતો. તે 18 ઓક્ટોબર 2024ના શોપિયાંના વાચીમાં બિન-કાશ્મીરી મજૂરની હત્યામાં સામેલ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે