Parliament Special Session 2026: દરેક વસ્તુની બે બાજુ હોય છે. એક સારી અને એક ખરાબ. હવે પરિસીમન દ્વારા લોકસભાનું કદ વધારવામાં આવી રહ્યું છે, ત્યારે મડાગાંઠ એ છે કે તેના ફાયદા અને ગેરફાયદા શું થશે?

Parliament Special Session 2026: 16 એપ્રિલ 2026ના રોજ સરકારે ત્રણ બંધારણીય સુધારા બિલ રજૂ કર્યા છે. આના દ્વારા લોકસભાની કુલ બેઠકો 543થી વધારીને 850 (રાજ્યો માટે 815 + કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35) કરવાનો પ્રસ્તાવ છે. આ વધારો 2011ની વસ્તી ગણતરીના આધારે થશે. તેનો મુખ્ય હેતુ એ છે કે, કોઈ પણ વર્તમાન સાંસદની બેઠક ઘટાડ્યા વગર, 33% મહિલા અનામત 2029ની ચૂંટણીથી લાગુ કરી શકાય. સરકારનું કહેવું છે કે, દરેક રાજ્યને વર્તમાન બેઠકો પર અંદાજે 50%નો વધારો મળશે, જેથી કોઈ રાજ્યને નુકસાન ન થાય. હવે પ્રશ્ન એ થાય છે કે લોકસભામાં બેઠકો વધારવાથી ફાયદો થશે કે નુકસાન? ચાલો વિગતવાર સમજીએ.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે, મોટી લોકસભાના ફાયદા શું-શું છે?
જવાબ: મોટી લોકસભાના 5 મુખ્ય ફાયદા છે.
પ્રશ્ન 2: શું મોટી લોકસભાના નુકસાન પણ છે?
જવાબ: ફાયદાઓની જેમ મોટી લોકસભાના 5 ગેરફાયદા પણ છે.
પ્રશ્ન 3: શું સરકારનો 50% વધારાનો ફોર્મ્યુલા આ નુકસાનને દૂર કરશે?
જવાબ: ગૃહમંત્રી અમિત શાહ અને સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ ખાતરી આપતા કહ્યું છે કે, દરેક રાજ્યને વર્તમાન ગુણોત્તરમાં 50% વધારો મળશે. એટલે કે કોઈ રાજ્યને નુકસાન નહીં થાય, પરંતુ ખરડાના ડ્રાફ્ટમાં આ શબ્દો સ્પષ્ટ રીતે લખાયેલા નથી, જેના કારણે વિપક્ષ ચિંતિત છે. જો સીમાંકન 2011ની વસ્તી ગણતરીના ચોક્કસ આંકડાઓ પર થશે, તો દક્ષિણનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે.
પ્રશ્ન 4: સામાન્ય માણસ માટે આનો અર્થ શું છે? લોકશાહી મજબૂત થશે કે કમજોર?
જવાબ: નિષ્ણાતો આ અંગે બે મંતવ્યો ધરાવે છે- ફાયદા અને નુકસાન બન્ને છે.
ફાયદાની વાત: વધુ બેઠકો એટલે વધુ પ્રતિનિધિત્વ અને વધુ સારી લોકશાહી. મહિલાઓનો અવાજ મજબૂત થશે અને વસ્તી પ્રમાણે ન્યાય મળશે.
નુકસાનની વાત: ખર્ચ વધશે, ઉત્તર-દક્ષિણ તણાવ વધશે અને સંસદનો પ્રભાવ ઘટી શકે છે. જો આ પ્રક્રિયા યોગ્ય રીતે લાગુ કરવામાં આવે છે, તો દેશની લોકશાહી વ્યવસ્થા મજબૂત થશે, પરંતુ જો તે રાજકીય ચાલ બનશે તો સંઘીય ભાવના નબળી પડી શકે છે.
જો આ બિલ સંસદના વિશેષ સત્રમાં પાસ થઈ જશે, તો પરિમીસન પંચની રચના કરવામાં આવશે. નવી બેઠકો અને મહિલા અનામત 2029ની લોકસભા ચૂંટણીથી લાગુ કરવામાં આવશે. આ અનામત 15 વર્ષ માટે રહેશે.