)
What is Pension Fund Scheme: કેરળ સરકારે જુલાઈ મહિનામાં સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલફેર પેન્શન ફંડ જાહેર કર્યું ન હતું. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા બે મહિનાનું પેન્શન જાહેર કરવામાં આવશે. કેરળ સરકારે રાજ્યના ખાસ તહેવાર ઓણમના અવસર પર સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલફેર પેન્શન ફંડ આપવાની મોટી જાહેરાત કરી છે. નાણામંત્રી કેએન બાલગોપાલે જણાવ્યું કે, 62 લાખ લોકોને ઓગસ્ટ મહિનામાં એકસાથે બે મહિનાનું પેન્શન આપવામાં આવશે.
26.62 લાખ લોકોના એકાઉન્ટેમાં જમા થશે રૂપિયા
સરકારે આ યોજના માટે 1679 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ યોજના માટે 1679 કરોડ રૂપિયાની મંજૂરી મળ્યા બાદ દરેક લાભાર્થીને 3200 રૂપિયા મળશે, જેમાં ઓગસ્ટ મહિનાનું પેન્શન અને બાકી હપ્તા બન્નેનો સમાવેશ થાય છે. આમાંથી 26.62 લાખ લોકોના બેન્ક ખાતામાં 23 ઓગસ્ટના રોજ રૂપિયા જમા કરવામાં આવશે. બાકીના લોકોને તેમના ઘરે-ઘરે પેન્શનની રકમ પૂરી પાડવામાં આવશે. સરકારની યોજના હેઠળ બાકીના લોકોને સહકારી બેન્કો દ્વારા પેન્શનના રૂપિયા પહોંચાડવામાં આવશે.
8.46 લાખ લોકો માટે કેન્દ્ર પોતાનો હિસ્સો આપશે
રાષ્ટ્રીય પેન્શન યોજના (National Pension Scheme) હેઠળ 8.46 લાખ લાભાર્થીઓ માટે કેન્દ્ર સરકાર પોતાનો હિસ્સો આપશે. કેરળ સરકારે આ માટે 48.42 કરોડ રૂપિયા પહેલાથી જ મંજૂર કર્યા છે. આ રૂપિયા કેન્દ્રની પબ્લિક ફાઈનેન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. આ પગલું ઓણમ દરમિયાન પેન્શનરોને આર્થિક સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે, જેથી તેઓ આનંદથી તહેવાર ઉજવી શકે.
શું છે સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલફેર પેન્શન યોજના?
સોશિયલ સિક્યોરિટી એન્ડ વેલફેર પેન્શન યોજના એક સરકારી યોજના છે. તેનો હેતુ સમાજના કમજોર વર્ગો, જેમ કે, વૃદ્ધો, વિધવાઓ, વિકલાંગ અને આર્થિક રીતે કમજોર લોકોને સતત આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના મુખ્યત્વે રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં આ યોજના કેરળમાં ચલાવવામાં આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં કેન્દ્ર સરકાર પણ તેમાં ફાળો આપે છે.