ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં

ભારતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર લેન્ડ થતા પહેલા જ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના ઈસરોના વૈજ્ઞાનિકો  સાથે કપાઈ ગયો. આમ છતાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ મિશનને લઈને દેશભરના લોકો ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા છે અને તેમના પ્રયત્નોને બિરદાવી રહ્યાં છે. આવા સમયે દેશમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા સત્તા-વિપક્ષના નેતાઓ પણ એકસાથે એકજૂટ થયેલા જોવા મળ્યાં છે. બધાએ એકસૂરમાં ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે. પીએમ મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરીને તેમના પ્રયત્નોને બિરદાવ્યાં. પીએમ સાથે અન્ય અનેક રાજકીય હસ્તીઓએ પણ ઈસરોના ખુબ વખાણ કર્યાં. 

Updated By: Sep 7, 2019, 01:50 PM IST
ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં
ફાઈલ તસવીર

નવી દિલ્હી: ભારતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર લેન્ડ થતા પહેલા જ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના ઈસરોના વૈજ્ઞાનિકો  સાથે કપાઈ ગયો. આમ છતાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ મિશનને લઈને દેશભરના લોકો ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા છે અને તેમના પ્રયત્નોને બિરદાવી રહ્યાં છે. આવા સમયે દેશમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા સત્તા-વિપક્ષના નેતાઓ પણ એકસાથે એકજૂટ થયેલા જોવા મળ્યાં છે. બધાએ એકસૂરમાં ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે. પીએમ મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરીને તેમના પ્રયત્નોને બિરદાવ્યાં. પીએમ સાથે અન્ય અનેક રાજકીય હસ્તીઓએ પણ ઈસરોના ખુબ વખાણ કર્યાં. 

કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે ઈસરોની આખી ટીમને આ આકરા પરિક્ષમ અને સમર્પણ બદલ શુભેચ્છા. તમારો જુસ્સો ભવિષ્યના વૈજ્ઞાનિકો માટે એક પ્રેરણા છે. તમારા પ્રયાસે ઈતિહાસ રચ્યો છે અને સમગ્ર દેશને ગર્વની અનુભૂતિ કરાવી છે. આ ઉપરાંત કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પોતાનું નિવેદન બહાર પાડીને કહ્યું કે મને કોઈ આશંકા નથી કે તમે ત્યાં પહોંચશો. આજે નહીં તો કાલે, એક રાષ્ટ્ર તરીકે. 

રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે 'ઈસરોની ટીમને ચંદ્રયાન-2 મૂન મિશન પર શાનદાર કામ બદલ શુભેચ્છા. તમારું જૂનૂન, અને સમર્પણ પ્રત્યેક ભારતીય માટે એક પ્રેરણા છે.' વિક્રમને ચંદ્રમાની સપાટી સુધી પહોંચાડવામાં ઈસરોની ટીમના પ્રયત્નોને બિરદાવતા રાહુલે કહ્યું કે 'તમારું કામ બેકાર જશે નહીં. તેણે અનેક બેજોડ અને મહત્વકાંક્ષી ભારતીય અંતરીક્ષ મિશનોના પાયા નાખ્યા છે.'

Rahul Gandhi says Congratulations to the team at ISRO for their incredible work on the Chandrayaan 2

માયાવતી
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે ચંદ્ર પર પગ મૂકવાના ચંદ્રયાન-2 મિશને સમસ્તા ભારતીય જનમાનસને રોમાંચિત કર્યું છે. આ સંબંધમાં ભારતીય વૈજ્ઞાનિકો ખાસ કરીને ઈસરોના વૈજ્ઞાનિકોએ અત્યાર સુધી જે સફળતા મેળવી તે ગર્વ કરવા લાયક છે અને તેને બિરદાવવા જોઈએ. 

વૈજ્ઞાનિકોને બિરદાવતા તેમણે કહ્યું કે "આ સાથે, આગળ વધતા રહેવા માટે એ જરૂરી છે કે નિરાશા, હતાશા અને દુ:ખ ન ક્યારેય ન થાય. અને એ પણ યાદ રહે કે 'ગિરતે હૈ શહસવાર મૈદાન એ જંગ મે, વહ તિફ્લ (બચ્ચા) ક્યાં ગીરે જો ઘૂટનો કે બલ ચલે.' વૈજ્ઞાનિકોએ દેશહિતમાં કામ કરતા રહેવા માટે તેમના જુસ્સાને વધારતા રહેવાની જરૂર છે."

યોગી આદિત્યનાથ
આ બાજુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું કે અમને ટીમ ઈસરો પર ગર્વ છે. તમારી મહેનત બેકાર જશે નહીં. આ ઘણા બધાને પ્રેરિત કરશે અને આવનારા અનેક મિશનમાં મદદગાર સાબિત થશે. ભારત સ્પેસ સાયન્સમાં નેતૃત્વ કરશે. 

નીતિશકુમાર
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે કહ્યું કે ચંદ્રયાન 2ની સફળતા માટે અમને ઈસરોના વૈજ્ઞાનિકો પર ગર્વ છે. તેનાથી પ્રાપ્ત થતી માહિતી આવનારા પ્રકલ્પોમાં મદદગાર સાબિત તશે. 

કુમાર વિશ્વાસ
દેશના જાણીતા કવિ અને પૂર્વ આપ નેતા કુમાર વિશ્વાસે કહ્યું કે ઈસરો તમારા અથાગ પરિશ્રમ અને પ્રતિભા પર સમગ્ર દેશને ખુબ ગર્વ છે. પ્રયત્નો ચાલુ રાખો. આ સાથે જ કુમારે એક કવિતા લખીને ઈસરોને સલામ કરી. 

નોંધનીય છે કે વિક્રમ લેન્ડરને રાતે લગભગ 1 વાગ્યેને 38 મિનિટે ચંદ્રની સપાટી પર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. પરંતુ ચંદ્રની સપાટી પર નીચેની તરફ આવતી વખતે ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમીની ઊંચાઈ પર જમીન સ્ટેશનથી તેનો સંપર્ક તૂટી ગયો. વિક્રમે રફ બ્રેકિંગ અને ફાઈન બ્રેકિંગના તબક્કાને સફળતાપૂર્વક પૂરા કર્યા હતાં. પરંતુ સોફ્ટ લેન્ડિંગ પહેલા તેનો સંપર્ક ઈસરોના વૈજ્ઞાનિકો સાથે તૂટી ગયો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...