ખૂલી ગયો મોટો ભેદ! યુદ્ધવિરામ પછી પાકિસ્તાનને અચાનક 'પાવર' ક્યાંથી મળ્યો, એક ફોનથી ભારતે હવા કાઢી
India Pakistan Conflict: પાકિસ્તાનના જે ચાર એરબેઝ ભારત દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા, તે હજુ પણ 'વિજય'નો દાવો કરી રહ્યું છે. યુદ્ધવિરામની અપીલ કર્યા પછી નાપાક પાકિસ્તાને અચાનક ભારતીય સરહદનું ઉલ્લંઘન કરતા ડ્રોન મોકલવાનું શરૂ કર્યું. તેમને આ 'પાવર' તેમના એક હમદર્દ પાસેથી મળી હતી, પરંતુ ભારતથી ગયેલા એક ફોન કોલે આખું કાવતરું નિષ્ફળ બનાવી દીધું.
Trending Photos
China Support Pakistan: અડધી રાત્રે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ કેમેરા સામે તેમની સેના દ્વારા લખાયેલ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા, ત્યારે, પાકિસ્તાની સેનાએ સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન શરૂ કરી દીધું હતું. ઘણા શહેરોમાં એક પછી એક ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા. આ પાકિસ્તાનનો જૂનો સ્વભાવ છે, તેથી જ તેના પર વિશ્વાસ કરી શકાતો નથી. ભારતીય સેનાએ નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનની કાર્યવાહીનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો હતો. તેના પહેલા સાંજે પાકિસ્તાનની વિનંતી પર યુદ્ધવિરામ કરાર થયો હતો. સવાલ એ થાય છે કે પાકિસ્તાની સેનાને અચાનક આ 'પાવર' ક્યાંથી મળ્યો?
આ કાવતરા પાછળ ચાઈનાનો હાથ!
જી હા, આ નવો પાવર પણ એ જ 'ચીની માલ'માંથી પ્રાપ્ત થઈ હતી, જેના આધારે પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ કરવા જઈ પડ્યું હતું. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ રાત્રે જણાવ્યું હતું કે તેમનો દેશ તેના શાશ્વત મિત્ર પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા જાળવવામાં તેમની સાથે ઉભો રહેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દાવો કર્યો હતો કે ચીનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનના નાયબ પીએમ અને વિદેશ મંત્રી ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીતમાં આ વાત જણાવી હતી. પાકિસ્તાનને આ વાતની જાણ થતાં જ તે વિચારવા લાગ્યો કે તે હવે ભારતની બરાબરી કરી શકે છે. તેના પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની પહેલ પર ભારત અને પાકિસ્તાન તાત્કાલિક સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
ચીને જાતે જ કહેવું પડ્યું....
ચીન દ્વારા પાકિસ્તાનને કથિત સમર્થનના સમાચાર આવતાની સાથે જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે બેઇજિંગને ફોન કર્યો. તેમણે પહેલગામ આતંકવાદી હુમલાના ભારતની બદલાની કાર્યવાહી અંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડોભાલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, 'યુદ્ધ ભારતની પસંદગી નહોતી અને તે કોઈપણ પક્ષના હિતમાં નથી.' ડોભાલ અને વાંગ વચ્ચેની વાતચીતના થોડા સમય પહેલા જ પાકિસ્તાનના ડ્રોન ભારતીય હવાઈ ક્ષેત્રમાં દેખાવા લાગ્યા હતા.
#BreakingNews : चीन ने NSA अजित डोवल से बात की, चीन ने पहलगाम हमले की निंदा की #CeasefireViolation #Ceasfire #IndianArmy #PakistanArmy #IndiaPakistanNews @ramm_sharma pic.twitter.com/GD7UFznWWU
— Zee News (@ZeeNews) May 10, 2025
સૂર બદલાયા અને...
ત્યારબાદ ચીનના વિદેશ મંત્રાલયે NSA ડોભાલને ટાંકીને એક નિવેદન બહાર પાડ્યું, જેમાં કહેવામાં આવ્યું કે વાંગ યીએ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને પ્રાદેશિક સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો. ચીનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વાંગ યીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલને કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને ચીનના પડોશી છે અને આ ક્ષેત્રમાં શાંતિને મહત્વ આપવું જોઈએ. તેમણે બંને પક્ષોને શાંતિ જાળવવા, સંયમ રાખવા અને વાતચીત દ્વારા મતભેદો ઉકેલવા વિનંતી કરી હતી. વાંગે કહ્યું કે ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનું સમર્થન કરે છે.
ચીનના વિદેશ મંત્રી અને NSA ડોભાલ વચ્ચેની વાતચીત થયા પછી પાકિસ્તાને આખી રાત કોઈ હિલચાલ કરી નહીં. જોકે, ભારતીય સેના સતત નજર રાખી રહી છે. સેનાને બદલો લેવાની છૂટ પહેલાથી જ આપવામાં આવી છે. એ સ્પષ્ટ છે કે પાકિસ્તાની સેના ચીનના પાવર પર આગળ વધી રહી હતી, પરંતુ ડોભાલના એક ફોન કોલથી તેનનો પાવર શાંત થઈ ગયો.
ભારતે 7 મેના રોજ આતંકવાદ વિરોધી એક મોટું ઓપરેશન 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી. જવાબમાં પાકિસ્તાને વારંવાર ભારતીય સરહદી રાજ્યો પર ડ્રોનનો ઉપયોગ કર્યો, જેને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યા અને નાશ કરવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે