)
Rahul Gandhi Brazilian Model: લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર વોટિંગ લિસ્ટમાં છેતરપિંડીનો ગંભીર આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ હરિયાણાની મતદાન યાદીમાં 25 લાખથી વધારે ફર્જી મતદારો હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, હરિયાણામાં બ્રાઝીલની મોડલે 22 વખત મતદાન કર્યુ છે. આખરે આ મોડેલનું નામ હરિયાણાની મતદાન યાદીમાં કેવી રીતે આવ્યું અને કોણ છે આ મોડલ?
કોણ છે આ લેડી?
રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી મોટી સ્ક્રીન પર એક ફોટો બતાવતા કહ્યું કે, "આ લેડી કોણ છે? આ સીમા છે, સ્વીટી છે, સરસ્વતી છે કે વિલમા? પરંતુ આ તો બ્રાઝીલિયન મોડેલ નીકળી!" આ નિવેદન સાંભળવામાં કોઈ થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું લાગે છે. ચાલો જાણીએ કે આખરે સત્ય શું છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, આ એક જ ચહેરાએ હરિયાણાના 10થી વધુ મતદાન મથકો પર અલગ-અલગ નામોથી મતદાન કર્યું અને આ કોઈ સામાન્ય મતદાતા નથી, પરંતુ બ્રાઝીલિયન મોડેલ "મેથ્યુજ ફેરેરો" છે. જો કે, નામ જાણીને તમને આશ્ચર્ય થયું હશે, કારણ કે મેથ્યુજ સામાન્ય રીતે છોકરાનું નામ હોય છે. ચાલો જાણીએ કે આ મેથ્યુજ ફેરેરો કોણ છે.

કોણ છે આ બ્રાઝીલિયન મોડેલ?
ગાંધીએ કહ્યું કે, આ ફોટો એક બ્રાઝીલિયન મોડેલનો છે અને તેમણે ફોટાની સાથે છપાયેલું નામ "મેથિયસ ફેરેરો" નામ તરફ ઈશારો કર્યો. જ્યારે અમે સ્વતંત્ર રીતે આ નામ ઓનલાઈન શોધ્યું, ત્યારે અમને જાણવા મળ્યું કે મેથિયસ ફેરેરો એક ફોટોગ્રાફર છે. ગાંધી દ્વારા બતાવવામાં આવેલ એ જ ફોટો ફોટોગ્રાફરના પોર્ટફોલિયોમાં પણ જોવા મળે છે. ફોટા પર મોડેલનું નામ લખેલું ન હતું.
ફોટોગ્રાફર 'મેથિયસ ફેરેરો' દ્વારા લેવામાં આવેલા ફોટા ઇન્ટરનેટ પર રોયલ્ટી-ફ્રી વેબસાઇટ્સ જેમ કે, Unsplash અથવા Pexels પર પણ સરળતાથી જોવા મળે છે. આનો અર્થ એ થયો કે, રાહુલ ગાંધીએ તેમના પ્રેઝન્ટેશનમાં જે ફોટો બતાવ્યો હતી તે સ્ટોક ફોટો મોડેલ હતી, જેનો કોઈપણ મફતમાં ઉપયોગ કરી શકે છે.