Google Dadi: 65 વર્ષની ઉંમરમાં Google ને ટક્કર આપે છે આ મહિલા, PM Modi પણ કરી ચૂક્યા છે પ્રશંસા

આજના યુગમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ સવાલના ઝડપી જવાબની જરૂર હોય ત્યારે તે પહેલા Google પર સર્ચ કરે છે, પરંતુ આ સમયે એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે જ્ઞાનની બાબતમાં પણ Google ને ટક્કર આપે છે. 65 વર્ષની મહિલા સોશિયલ મીડિયા પર Google Dadi તરીકે ટ્રેન્ડ કરી રહી છે.
Google Dadi: 65 વર્ષની ઉંમરમાં Google ને ટક્કર આપે છે આ મહિલા, PM Modi પણ કરી ચૂક્યા છે પ્રશંસા

નવી દિલ્હી: આજના યુગમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈ સવાલના ઝડપી જવાબની જરૂર હોય ત્યારે તે પહેલા Google પર સર્ચ કરે છે, પરંતુ આ સમયે એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે જ્ઞાનની બાબતમાં પણ Google ને ટક્કર આપે છે. 65 વર્ષની મહિલા સોશિયલ મીડિયા પર Google Dadi તરીકે ટ્રેન્ડ કરી રહી છે.

65 વર્ષની મહિલાના જ્ઞાનને લોકો કરે છે સલામ
નોંધનીય છે કે, હરિયાણાના કરનાલનો એક નાનો બાળક કૌટિલ્ય અલ્ફાબેટ્સ અને કાઉન્ટિંગ વાંચવાની ઉંમરમાં ના જાણે કેટલા વિષયોને લગતા પ્રશ્નોના જવાબ ચપટીમાં આપે છે. થોડા સમય પહેલા તે ઘણો ચર્ચામાં હતો. તેણે પોતાની પ્રતિભાથી દુનિયાને દંગ કરી દીધી હતી પરંતુ હવે અમે તમને એક દાદી વિશે જણાવીએ છીએ જેને 'Google Dadi' તરીકે ઓળખવામાં આવે છે. Google Dadi પણ દરેક સવાલનો જવાબ ચપટીમાં આપે છે. તેની પ્રતિભા જોઈને મહાન વિદ્વાનો પણ તેમને સલામ કરે છે.

કોણ છે Google Dadi
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનલા Google Dadi નું સાચું નામ સીતાપતિ પટેલ છે અને તે લગભગ 65 વર્ષના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, Google Dadi એટલે કે સીતાપતિ પટેલ યુપીના મિર્ઝાપુર જિલ્લાના રહેવાસી છે. તેમનું દિમાગ યુવાનો કરતા વધુ ફાસ્ટ છે. ચોંકાવનારી વાત એ છે કે 65 વર્ષની વયે લોકોની યાદશક્તિ નબળી થવા લાગે છે પરંતુ તેમના પર ઉંમરની કોઈ અસર નહોતી થઈ.

20-25 વર્ષની વયના વ્યક્તિ કરતાં ઝડપી હોય છે મગજ
ઉલ્લેખનીય છે કે Google Dadi એટલે કે સીતાપતિ પટેલનું મગજ તેમનો એટલો સાથે આપે છે કે ગામના યુવાનો પણ તેમની સાથે સ્પર્ધા કરી શકતા નથી. તેમના ફાસ્ટ મગજની બરાબરી મોટા કોચિંગમાં ભણેલા 20-25 વર્ષના યુવા વિદ્યાર્થીઓ પણ કરી શકતા નથી. એવું કહેવામાં આવે છે કે તેમને અધિકારીથી ધારાસભ્ય અને પોલીસ સ્ટેશનથી લઇ સેંકડો પ્રકારના જરૂરી હેલ્પ લાઇન નંબર યાદ છે. સીતાપતિની પ્રતિભાએ તેમને આખા દેશમાં પ્રખ્યાત કર્યા છે.

પીએમ મોદીએ પણ કરી છે સીતાપતિ પટેલની પ્રશંસા 
સીતાપતિ પટેલ હવે સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં લોકપ્રિય થયા છે. તેમણે અનેક પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે. પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ પણ Google Dadi ની પ્રશંસા કરી છે. સ્વચ્છ ભારત મિશનથી લોકોને જાગૃત કરવા Google Dadi એ એક ગીત પણ લખ્યું છે. આ માટે પીએમ મોદીએ તેમની પ્રશંસા પણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news