કોણ છે DSP કલ્પના વર્મા? જેમના પર લાગ્યો છે બિઝનેસમેનને 'પ્રેમના જાળમાં' ફસાવવાનો આરોપ

Who is DSP Kalpana Verma: છત્તીસગઢના એક મહિલા પોલીસ અધિકારી પર એક બિઝનેસમેને ગંભીર આરોપો લગાવ્યો છે. જ્યારબાદ આ અધિકારી DSP કલ્પના વર્મા ખૂબ જ ચર્ચામાં છે. તમામ લોકો એ જાણવા માંગે છે કે, આખરે DSP કલ્પના વર્મા કોણ છે? તેઓ ક્યારે DSP બન્યા અને હાલમાં તેમની પોસ્ટિંગ ક્યાં છે? ચાલો જાણીએ કલ્પના વર્માની આખી કહાની.

કોણ છે DSP કલ્પના વર્મા? જેમના પર લાગ્યો છે બિઝનેસમેનને 'પ્રેમના જાળમાં' ફસાવવાનો આરોપ

Who is DSP Kalpana Verma: પોલીસના એક યુવા મહિલા અધિકારી કલ્પના વર્મા હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. રાયપુરના એક બિઝનેસમેન દીપક ટંડને તેમના પર પ્રેમ જાળમાં ફસાવીને લગભગ 2.5 કરોડ રૂપિયા, કાર, ડાયમંડ રિંગ અને લાખો રૂપિયાના દાગીના પડાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલો એટલો ગંભીર છે કે, ખાખી વર્દી પર સવાલો ઊભા થયા છે. કલ્પના વર્માએ આ આરોપોને પાયાવિહોણા અને રાજકીય ષડયંત્ર ગણાવીને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ચાલો જાણીએ કલ્પના વર્માની આખી કહાની.

કલ્પના વર્મા કોણ છે: ક્યારે અને કેવી રીતે બન્યા DSP?
કલ્પના વર્મા છત્તીસગઢ પોલીસના એક યુવા મહિલા અધિકારી છે. તેમનું પૂરું નામ કલ્પના વર્મા છે અને તેઓ 2016-17 બેચના અધિકારી છે, એટલે કે 2016-17માં જ તેમણે છત્તીસગઢ પોલીસમાં જોડાયા હતા. શરૂઆતના દિવસોમાં તેઓ રાયપુરમાં CSP માના પોલીસ સ્ટેશન અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) સાથે જોડાયા. બાદમાં તેઓ ઘણી જગ્યાએ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (DSP)ના પદ પર ફરજ બજાવી. 

Add Zee News as a Preferred Source

હાલમાં તેમની પોસ્ટિંગ છત્તીસગઢના સંવેદનશીલ જિલ્લા દંતેવાડામાં DSP તરીકે છે. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત હોવાને કારણે હંમેશા હાઈ-પ્રોફાઇલ રહે છે. કલ્પના વર્માને છત્તીસગઢમાં સિનિયર મહિલા DSP તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેમના પ્રારંભિક જીવન, જન્મ તારીખ, બાળપણ, સ્કૂલિંગ કે શિક્ષણ વિશે કોઈ જાહેર માહિતી ઉપલબ્ધ નથી.

ભાઈનો ઉલ્લેખ આવ્યો
કલ્પના વર્માની ફેમિલી વિશે પણ કોઈ પ્રમાણિત જાહેર રેકોર્ડ નથી. આ વિવાદમાં બિઝનેસમેન દીપક ટંડને તેમના ભાઈનો ઉલ્લેખ કર્યો છે. આરોપ છે કે, કલ્પનાએ પોતાના ભાઈને હોટેલ ખોલાવવાના નામે કરોડો રૂપિયાની વસૂલાત કરી. રિપોર્ટ્સમાં ભાઈનું નામ હોટેલ રજિસ્ટ્રેશન સાથે જોડવામાં આવ્યું છે.

પહેલા પણ ચર્ચામાં રહ્યા છે કલ્પના વર્મા
કલ્પના વર્મા પહેલા પણ ચર્ચામાં રહ્યા છે. કોંગ્રેસ સરકાર દરમિયાન એક ફોટો વાયરલ થયો હતો, જેમાં વર્તમાન ગૃહમંત્રી વિજય શર્મા અને ભાજપના મોટા નેતાઓ કોઈ મામલામાં આવેદન આપવા ગયા હતા, પરંતુ કલ્પના વર્મા મોબાઈલ જોવામાં મગ્ન દેખાયા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને તેમની એક રિલેટેબલ ઈમેજ બની, પરંતુ હવે આ જૂની વાતો પાછળ છૂટી ગઈ છે. 2017 બેચના હોવા છતાં તેઓ જ્યાં પણ પોસ્ટિંગ પર રહ્યા રાયપુરથી દંતેવાડા સુધી હંમેશા ચર્ચામાં રહ્યા છે.

બિઝનેસમેનનો આરોપ: 'લવ ટ્રેપ'માં ફસાવીને 2.5 કરોડની કરી ઠગાઈ
રાયપુરના બિઝનેસમેન દીપક ટંડને ખમ્મરડીહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, 2021માં એક મિત્રના માધ્યમથી કલ્પના વર્મા સાથે નાનકડી મુલાકાત થઈ. ત્યારબાદ કલ્પનાએ સતત ફોન કરીને મળવાનું શરૂ કર્યું. કલાકો સુધી હોટેલમાં બેસવું. મોડી રાત્રે વીડિયો કોલ પર વાતો કરવી. ધીમે-ધીમે નિકટતા વધી. દીપક પ્રેમમાં પડી ગયા. કલ્પનાએ બહાના બનાવીને રૂપિયા, જ્વેલરી માંગવાનું શરૂ કર્યું. દીપકે દરેક માંગ પૂરી કરી. છેલ્લા 3 વર્ષમાં કલ્પનાએ તેમની પાસેથી રોકડા 2 કરોડ રૂપિયા, એક લક્ઝરી કાર, 12 લાખની ડાયમંડ રિંગ, 5 લાખના ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, 1 લાખનું બ્રેસલેટ અને હોટેલ પ્રોપર્ટીનો માલિકી હક પડાવી લીધો. કુલ મળીને 2.5 કરોડ રૂપિયાથી વધુની ઠગાઈનો આરોપ છે. 

દીપકનું કહેવું છે કે, કલ્પનાએ પોતાના ભાઈને હોટેલ ખોલાવવાના નામે પણ કરોડોની વસૂલાત કરી. આરોપ એ પણ છે કે, દીપક પર દબાણ કર્યું કે તેઓ પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લે. જ્યારે દીપકે ના પાડી અને રૂપિયા-વસ્તુઓ પાછી માંગી તો વર્દીનો રોબ બતાવીને ધમકી આપવાનું શરૂ કર્યું. વોટ્સએપ ચેટ્સ પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે. દીપકે એવો પણ આરોપ લગાવ્યો છે કે, કલ્પનાના ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ગાઢ સંબંધો છે, તેથી સતત ધમકી આપતી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news