WHO Alert: ભારત સહિત 41 દેશમાં પહોંચી ગયો છે કોરોનાનો નવો સ્ટ્રેન, જાણો Latest update

કોરોના રસી આવ્યા બાદ પણ જો તમે હેલ્થ પ્રોટોકોલનું પાલન નહીં કરો તો તમને ભારે પડી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ એક અલર્ટ બહાર પાડતા કહ્યું કે કોરોનાનો નવો સ્ટ્રેન અત્યાર સુધીમાં દુનિયાના 41 દેશો સુધી પહોંચી ગયો છે.

WHO Alert: ભારત સહિત 41 દેશમાં પહોંચી ગયો છે કોરોનાનો નવો સ્ટ્રેન, જાણો Latest update

નવી દિલ્હી: કોરોના રસી (Corona Vaccine)  આવ્યા બાદ પણ જો તમે હેલ્થ પ્રોટોકોલનું પાલન નહીં કરો તો તમને ભારે પડી શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ એક અલર્ટ બહાર પાડતા કહ્યું કે કોરોનાનો નવો સ્ટ્રેન (Corona New Strain)  અત્યાર સુધીમાં દુનિયાના 41 દેશો સુધી પહોંચી ગયો છે. WHOએ લોકોને સતર્ક રહેવાની સાથે સાથે હેલ્થ પ્રોટોકોલનું પણ કડકાઈથી પાલન કરવાનું કહ્યું છે. નવા વાયરસના જોખમને જોતા બ્રિટને દોઢ મહિનાના કડક લોકડાઉનની જાહેરાત કરેલી છે. 

બ્રિટનની સરકારે 14 ડિસેમ્બરે દેશમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો હોવાની જાહેરાત કરી હતી. કોરોનાનો આ નવો સ્ટ્રેન 70 ટકા વધુ ચેપી હોવાના કારણે જોખમી બન્યો છે. ફક્ત ચાર અઠવાડિયામાં વાયરસનો આ નવો સ્ટ્રેન 41 દેશોમાં પગપેસારો કરી ચૂક્યો છે. આ સમાચાર બાદ અનેક દેશોએ બ્રિટન જનારી ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. પ્રધાન

ભારતમાં કોરોના વાયરસના નવા 71 કેસ
હેલ્થ અને ફેમિલી વેલફેર મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં પગપેસારો કરી ચૂકેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસની સંખ્યા હવે 71 પર પહોંચી ગઈ છે. 

— ANI (@ANI) January 6, 2021

ભારતમાં કોરોનાના કુલ કેસ 1,03,74,932 કેસ
ભારતમાં કોરોનાની સ્થિતિ આમ જોવા જઈએ તો ધીરે ધીરે પ્રકોપ ઘટતો જણાય છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 18,088 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,03,74,932 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2,27,546 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 99,97,272 દર્દીઓ સાજા થઈ ગયા છે. 

Total cases: 1,03,74,932

Active cases: 2,27,546

Total recoveries: 99,97,272

Death toll: 1,50,114 pic.twitter.com/n3MtZ7n2Y8

— ANI (@ANI) January 6, 2021

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,50,114 થયો
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 264 લોકોના જીવ ગયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 1,50,114 પર પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news