)
Horn Ok Please : તમે ટ્રકની પાછળ ઘણા રંગબેરંગી સૂત્રો કે સ્લોગન વાંચ્યા હશે. આ સાથે તમે ટ્રકની પાછળ મોટા અક્ષરોમાં લખેલા 'હોર્ન ઓકે પ્લીઝ' અને 'ઓકે ટાટા' પણ જોયા હશે, જે ખૂબ જ સામાન્ય છે. આ સૂત્રો ફક્ત ટ્રકની સજાવટનો એક ભાગ નથી, પરંતુ તેનો એક ખાસ હેતુ અને ઇતિહાસ પણ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ટ્રકની પાછળ મોટા અક્ષરોમાં લખેલા આ શબ્દોનો અર્થ શું છે.
'હોર્ન ઓકે પ્લીઝ'નો અર્થ
'હોર્ન ઓકે પ્લીઝ' નો અર્થ એ છે કે પાછળથી આવતા વાહને હોર્ન વગાડીને ઓવરટેક કરવાની પરવાનગી માંગવી જોઈએ. જે માર્ગ સલામતીને પ્રોત્સાહન આપે છે, ખાસ કરીને સાંકડા રસ્તાઓ અને હાઇવે પર, જ્યાં ટ્રક ધીમી ગતિએ જતી હોય છે. આ સાથે જૂના સમયમાં ઓકે શબ્દની ઉપર એક બલ્બ હતો, જેનો ઉપયોગ ટ્રક ડ્રાઇવર પાછળના વાહનને આગળ જવા માટે સંકેત આપવા માટે કરતો હતો. આનાથી પાછળના વાહનને ઓવરટેક કરવામાં સરળતા રહેતી હતી.
'ઓકે ટાટા'નો અર્થ
'ઓકે ટાટા' એ ભારતની અગ્રણી વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સ સાથે સંબંધિત છે, જે દેશમાં સૌથી વધુ ટ્રકનું ઉત્પાદન કરે છે. ઓકે ટાટાનો અર્થ એ છે કે ટ્રકે બધી ગુણવત્તા ચકાસણી પાસ કરી છે અને ઉપયોગ માટે યોગ્ય છે. ટ્રકને સુંદર દેખાવા માટે, વિચિત્ર પેઇન્ટ અથવા રમુજી લાઈનો લખવામાં આવે છે.
ક્યારેક ટ્રકની પાછળ લખેલી લાઈન ખૂબ પ્રભાવશાળી હોય છે, પરંતુ ક્યારેક આ રેખાઓ ટ્રકને સુંદર દેખાવા માટે અને ક્યારેક ખાસ મેસેજ આપવા માટે લખવામાં આવે છે. ટ્રક એટલું મોટું વાહન છે કે ક્યારેક ડ્રાઇવર માટે દરેક વસ્તુ પર ધ્યાન આપવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ પ્રકારના સિગ્નલ લખીને, પાછળ દોડતા વાહનોને જાણ કરવી સરળ બની જાય છે. જેના કારણે અકસ્માતોની શક્યતા ઓછી થાય છે.