Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, દેશમાં પછડાટ ખાઈ રહ્યો છે જીવલેણ વાયરસ!

કોરોના (Corona Virus) ના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 36,469 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 79,46,429 પર પહોંચ્યો છે. 

Corona Update: કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, દેશમાં પછડાટ ખાઈ રહ્યો છે જીવલેણ વાયરસ!

નવી દિલ્હી: કોરોના (Corona Virus) ના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 36,469 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 79,46,429 પર પહોંચ્યો છે. જેમાંથી 6,25,857 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 72,01,070 દર્દીઓ સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 488 લોકોએ જીવ ગુમાવ્યા. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,19,502 પર પહોંચ્યો છે. દેશમાં ધીરે ધીરે મૃત્યુનો દર ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે જે ખુબ સારા સંકેત છે. 

દેશમાં અત્યાર સુધીમાં કુલ 10,44,20,894 કોરોના ટેસ્ટ 
ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલના જણાવ્યાં મુજબ દેશભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 10,44,20,894 ટેસ્ટિંગ થયા છે. જેમાંથી 9,58,116 ટેસ્ટ ગઈ કાલે હાથ ધરાયા હતા. 

Total active cases are 6,25,857 after a decrease of 27,860 in last 24 hrs

Total cured cases are 72,01,070 with 63,842 new discharges in last 24 hrs pic.twitter.com/YYENxUZlay

— ANI (@ANI) October 27, 2020

વિના મૂલ્યે મળશે કોરોનાની રસી
કેન્દ્રીય મંત્રી પ્રતાપ સારંગી(Central Minister Pratap Sarangi)એ કહ્યું કે દેશના તમામ નાગરિકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રતાપ સારંગી  બાલાસોર(Balasor)માં એક ચૂંટણી સભા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશના તમામ નાગરિકોને કોરોનાની રસી વિના મૂલ્યે આપશે. ભાજપ દ્વારા બિહારના લોકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત બાદ વિપક્ષી દળોએ સત્તાધારી એનડીએ પર મહામારીનો રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. કારણ કે બિહારમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચાલુ છે. 

— ANI (@ANI) October 27, 2020

પ્રધાનમંત્રીએ બધાને રસી આપવાનું આપ્યું છે વચન
બાલાસોરમાં ત્રણ નવેમ્બરે થઈ રહેલી પેટાચૂંટણી માટે એક જનસભાને સંબોધ્યા બાદ સાંરગીએ પત્રકારોને કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તમામ લોકોને કોવિડ-19ની રસી વિના મૂલ્યે આપવામાં આવશે. પ્રત્યેક વ્યક્તિના રસીકરણ પર લગભગ 500 રૂપિયા ખર્ચ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news