કંગાલ પાકિસ્તાનમાં લોકો ભારત કરતા વધારે ખુશ? વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ઈન્ડિયાનું સ્થાન જાણીને થઈ જશો હેરાન!
World Happiness Report 2025: આ વ્યસ્ત જીવનમાં ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. વર્લ્ડ હેપીનેસ 2025નો રિપોર્ટ આવી ગયો છે. જે મુજબ ફિનલેન્ડ ફરી એકવાર ટોચ પર છે. આ રિપોર્ટમાં ભારત અને પાકિસ્તાનની સ્થાન જાણીને થઈ જશો હેરાન છે.
Trending Photos
World Happiness Report 2025: આ વ્યસ્ત જીવનમાં ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે. કહેવાય છે કે જે લોકો ખુશ રહે છે તેમનું જીવનમાં મુશ્કેલીઓ ઓછી આવે છે અને જીવન સારું ચાલે છે. વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં રજૂ કરવામાં આવેલા સૌથી ખુશ દેશોના રિપોર્ટ અનુસાર ફિનલેન્ડે ફરી એકવાર જીત મેળવી છે અને નંબર 1 રેન્કિંગ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. આ વખતે ભારત માટે કેટલાક સારા સમાચાર છે, આ વખતે ગત વખતની સરખામણીમાં રેન્કિંગમાં સુધારો થયો છે. જો કે, ખુશીના મામલામાં ભારત પાકિસ્તાનથી પાછળ છે.
ભારતના રેન્કિંગમાં આવ્યો સુધારો
આ વખતે વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં ભારતનું રેન્કિંગમાં સુધારો આવ્યો છે. 147 દેશોના આ લિસ્ટમાં ભારત આ વખતે 118માં સ્થાન પર રહ્યું છે. જો કે, ગયા વર્ષની વાત કરીએ તો ભારતે 126મું સ્થાન મેળવ્યું હતું.
પાકિસ્તાન ભારતથી ખુશ
પાકિસ્તાનની ચર્ચા દુનિયાભરમાં આતંક ફેલાવવાની વાત કરવામાં આવે છે. અવારનવાર એવું જોવા મળે છે કે, ત્યાં આતંક પ્રવર્તે છે. પાડોશી દેશમાં ખોરાકની અછત છે. બ્રેડ અને ટામેટાં માટે પાકિસ્તાનમાં લૂંટ ચાલી રહી છે. પરંતુ ખુશીના મામલામાં પાકિસ્તાનથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 147 દેશોના આ લિસ્ટમાં પાકિસ્તાન ભારત કરતાં આગળ છે. 2025ની યાદીમાં તેને 109મું સ્થાન મળ્યું છે.
જો અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની હેપ્પીનેસમાં ઘટાડો થયો છે અને તેને 24મું સ્થાન મળ્યું છે. જ્યારે ગયા વર્ષે અમેરિકા 23મા સ્થાને હતું. રિપોર્ટ અનુસાર એવું બહાર આવ્યું છે કે, જ્યારે લોકોના જીવનને રેટ કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા આપવામાં આવેલા જવાબોના આધારે દેશોની રેન્કિંગ નક્કી કરવામાં આવી છે.
ટોચના 10 ખુશ દેશો
1- ફિનલેન્ડ
2- ડેનમાર્ક
3- આઈસલેન્ડ
4- સ્વીડન
5- નેધરલેન્ડ
6- કોસ્ટા રિકા
7- નોર્વે
8- ઈઝરાયેલ
9- લક્ઝમબર્ગ
10- મેક્સિકો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે