હાથરસ ગેંગરેપ પર રાજકારણ ગરમાયું, સીએમ યોગીનો પલટવાર- તોફાનો કરાવવા ઈચ્છે છે વિપક્ષ


ચારેતરફ આલોચનાથી સરકાર ઘેરાઇ તો હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર પલટવાર કર્યો છે. સીએમ યોગીએ રવિવારે કહ્યુ કે, વિપક્ષી દળ દેશ અને પ્રદેશમાં જાતીય, સાંપ્રદાયિક તોફાનો કરાવવાનું ષડયંત્ર કરી રહ્યાં છે. 
 

હાથરસ ગેંગરેપ પર રાજકારણ ગરમાયું, સીએમ યોગીનો પલટવાર- તોફાનો કરાવવા ઈચ્છે છે વિપક્ષ

લખનઉઃ હાથરસ ગેંગરેપની ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમ છે. હાથરસ પહોંચીને અલગ-અલગ પાર્ટી પીડિત પરિવારની મુલાકાત કરી રહી છે. પીડિત પરિવારના આંસુ લૂછી રહ્યાં છે. દુખની આ ઘડીમાં દરેક પ્રકારનો સાથ આપવાનો દિલાસો આપી રહ્યાં છે તે યોગી આદિત્ય નાથના નેતૃત્વ વાળી ઉત્તર પ્રદેશ સરકારને પણ ઘેરી રહ્યાં છે. આ ઘટનાને લઈને વિપક્ષ આક્રમક છે. 

ચારેતરફ આલોચનાથી સરકાર ઘેરાઇ તો હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિપક્ષ પર પલટવાર કર્યો છે. સીએમ યોગીએ રવિવારે કહ્યુ કે, વિપક્ષી દળ દેશ અને પ્રદેશમાં જાતીય, સાંપ્રદાયિક તોફાનો કરાવવાનું ષડયંત્ર કરી રહ્યાં છે. તેમને વિકાસ પચી રહ્યો નથી. તોફાનો થશે તો વિકાસ રોકાશે. સીએમ યોગીએ કહ્યું કે, તોફાનોની પાછળ રાજકીય રોટલા શેકવાનો ઈરાદો છે. 

સીએમ યોગીએ કહ્યું કે, તોફાનો કરાવવાના પ્રયાસને અસફળ કરી વિકાસની ગતિને આગળ વધારીશું. ઉલ્લેખનીય છે કે હાથરસ ગેંગરેપને લઈને વિપક્ષી પાર્ટી આક્રમક અને યૂપી સરકાર પર હુમલો કરી રહી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ યોગી આદિત્યનાથનું રાજીનામુ માગ્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ લખનઉથી લઈને દિલ્હી સુધી યૂપી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસે રિયા ચક્રવર્તીને છોડવાની માગ કરી, અધીર રંજન બોલ્યા- રાજકીય ષડયંત્રનો થઈ શિકાર  

તો રાષ્ટ્રીય લોક દલના જયંત ચૌધરી રવિવારે પીડિત પરિવારને મળવા હાથરસ પહોંચ્યા હતા, ત્યારે પોલીસે ઉત્તેજિત કાર્યકર્તાઓને નિયંત્રણમાં લેવા માટે બળ પ્રયોગ કરવો પડ્યો હતો. મહત્વનું છે કે યૂપીના સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ માટે પહેલા એસઆઈટી બનાવી હતી. હવે મામલાની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઈ)ને સોંપી દેવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news