મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનાં પ્રસ્તાવની તૈયારી: TDP પણ કરશે સમર્થન

જગન મોહન રેડ્ડી દ્વારા સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ કરવા માટે વિપક્ષોની મદદ માંગવામાં આવી છે

Updated By: Mar 15, 2018, 08:58 PM IST
મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસનાં પ્રસ્તાવની તૈયારી: TDP પણ કરશે સમર્થન

નવી દિલ્હી : સામાન્ય ચૂંટણીમાં એક વર્ષ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે પરંતુ 2019 આવતા આવતા કેન્દ્રમાં સત્તાધારી મોદી સરકારની મુશ્કેલીઓ વધવા લાગી છે. વિપક્ષ સરકાર પર પહેલાથી જ આક્રમક હૂમલાઓ કરી રહી છે અને તેનાં સહયોગીઓ પણ એક પછી એક દુર થઇ રહ્યા છે. જો કે હવે વિપક્ષ એક થઇને સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ પોતાનો પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી થઇ રહી છે.

આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહેલ ટીડીપી બાદ હવે વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીએ પણ સરકાર વિરુદ્ધ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. પાર્ટીનાં 6 સાંસદોએ શુક્રવાર માટે લોકસભા મહાસચિવને પ્રસ્તાવ નોટિસ મોકલી દીધી છે. 
 

વિપક્ષને સહયોગની અપીલ
જનન મોહનરેડ્ડીની પાર્ટી તેનાં માટે અન્ય વિપક્ષી દળોનાં સમર્થનનાં પ્રયાસો કરી રહી છે. પાર્ટીનાં સાંસદો જગન દ્વારા લખવામાં આવેલા એક પત્રને સંસદની અંદર વિપક્ષી સાંસદોની વચ્ચે વહેંચાઇ રરહ્યો છે. વિપક્ષી દળો પાસે આ પ્રસ્તાવનું સમર્થન કરવાની અપીલ  કરી રહ્યા છે. સદનમાં આ પ્રસ્તાવે રજુ કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનાં સમર્થનની જરૂર છે. સાંસદોનાં સમર્થન પ્રાપ્ત કરવા માટે લખવામાં આવેલા જગન મોહમનાં પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રસ્તાવ બાદ પણ કેન્દ્ર સરકાર આંધ્રને વિશેષ રાજ્યનો દર્જો આપવા તૈયાર નહી થાય તો પાર્ટીનાં તમામ સાંસદો 6 એપ્રીલે રાજીનામું આપી દેશે. વાઇએસઆર કોંગ્રેસની પાસે લોકસભામાં 9 સાંસદો જ્યારે રાજ્યસભામાં એક સાંસદ છે.

આંધ્રપ્રદેશને ખાસ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ટીડીપી સતત કરી રહી છે. ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ પણ પ્રસ્તાવને સમર્થન કરવાની જાહેરાત કરી છે. વિધાનસભામાં નાયડૂએ કહ્યું કે, જો જરૂર પડશે તો ટીડીપી કેન્દ્ર સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે. તેની પહેલા આ મુદ્દે ચર્ચા માટે નાયડૂની તરફથી હૈદરાબાદમાં એક બેઠક બોલાવી હતી. જગન મોહન રેડ્ડીએ પણ નાયડૂને પત્ર લખીને સમર્થ આપવાની અપીલ કરી છે. તે ઉપરાંટ ટીઆરએસ પણ રાજ્ય માટે ખાસ દરજ્જાની માંગ કરી રહી છે.