હરિયાણામાં આજે અમિત શાહના નેતૃત્વમાં ભાજપની 'યુવા હુંકાર રેલી'

2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી આજે જીંદમાં હુંકાર રેલીનું આયોજન કરશે. 

હરિયાણામાં આજે અમિત શાહના નેતૃત્વમાં ભાજપની 'યુવા હુંકાર રેલી'

નવી દિલ્હી: 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં પાર્ટી આજે જીંદમાં હુંકાર રેલીનું આયોજન કરશે. અમિત શાહના નેતૃત્વમાં હરિયાણાના જીંદમાં એક લાખ બાઈકોની રેલી કાઢવામાં આવશે. રેલી બાદ અમિત શાહ લોકોને સંબોધિત પણ કરશે. સેંકડો સુરક્ષાકર્મીઓ જીંદમાં તહેનાત કરવામાં આવ્યાં છે. અર્ધસૈનિક દળોની 42 ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. 

આ અગાઉ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે બુધવારે જીંદમાં મોટરસાઈકલ ચલાવીને યુવા હુંકાર રેલીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સત્તારૂઢ ભાજપ રેલીમાં ઓછામાં ઓછી એક લાખ મોટરસાઈકલો આવવાની આશા વ્યક્ત કરી રહ્યો છે. મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાંથી ઉતરીને મોટરસાઈકલ ચલાવીને રેલી સ્થળ સુધી ગયા હતાં. તેમની સાથે કૃષિ અને કિસાન મંત્રી ઓ પી ધનકડ અને અન્ય લોકો પણ હતાં. 

એનજીટીએ ભાજપની એક લાખ બાઈક રેલી પર માંગ્યો જવાબ
ભાજપના અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં આજે હરિયાણાના જીંદમાં થનારી બાઈક રેલીને મુશ્કિલોનો સામનો પણ કરવો પડી શકે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ ગત 9 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકાર પાસે આ સંબંધે જવાબ માંગ્યો હતો. એનજીટીએ આ આદેશ અરજીકર્તા સમીર સોઢી દ્વારા દાખલ સોંગદનામા પર આપ્યો હતો. જેમાં તેમણે આવી રેલીઓ સ્વાસ્થ્ય સમસ્યા ઉત્પન્ન કરનારી હોવાનો ઈશારો કર્યો છે. 

અરજીમાં કહેવાયું હતું કે બાઈકની જગ્યાએ સરકારે ભાગ લેનારાઓને પર્યાવરણને અનુકૂળ કોઈ વાહન કે સાધનનો પ્રયોગ કરવાનું કહેવું જોઈએ. સોઢીએ કોર્ટમાં કહ્યું કે અધિકારીઓએ રેલી દરમિયાન કાં તો બાઈકની સંખ્યા ઓછી કરવા કે પછી પર્યાવરણને સાનુકૂળ વાહન કે પછી પગપાળા કે ઈ -રિક્ષાના પ્રયોગના નિર્દેશ આપવા જોઈએ. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news