12 પાસ વિદ્યાર્થીઓ આ રીતે બની શકે છે આર્મી ઓફિસર, આ પરીક્ષા આપીને મેળવી શકે છે ઉચ્ચ પગારવાળી નોકરી
12th Pass NDA Jobs : NDA (નેશનલ ડિફેન્સ એકેડેમી) પરીક્ષા 12મું પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનામાં કારકિર્દી બનાવવા માટે એક શ્રેષ્ઠ તક છે. UPSC વર્ષમાં બે વાર આ પરીક્ષાનું આયોજન કરે છે. ત્યારે આ લેખમાં NDAમાં પસંદગી કેવી રીતે મેળવવી, તેના માટે લાયકાત શું છે અને પરીક્ષાની પેટર્ન શું છે તેના વિશે જાણીશું.
Trending Photos
12th Pass NDA Jobs : આજે CBSE ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. ઘણા વિદ્યાર્થીઓ એવા હશે જે દેશની સેવા કરવા માટે સેનામાં જોડાવા માંગે છે. ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શક્તિશાળી સેના છે, ઘણા લોકો તેમાં કામ કરવા માંગે છે, પરંતુ સરહદ પર દેશની સેવા અને રક્ષણ કરવાની તક બહુ ઓછા લોકોને મળે છે. કારણ કે ભારતીય સેનામાં મોટા અધિકારી બનવા માટે મુશ્કેલ પરીક્ષા આપવી પડે છે. આ પરીક્ષાનું નામ NDA છે.
NDA પરીક્ષા વિશે
NDAનું પૂરું નામ નેશનલ ડિફેન્સ એકેડેમી છે. આ પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવે છે. તેનું આયોજન UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવે છે. આ પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોને નૌકાદળ અને વાયુસેનામાં ભરતી કરવામાં આવે છે.
NDA માટે પાત્રતા
- કોઈપણ માન્ય બોર્ડમાંથી વિજ્ઞાન અથવા ગણિત વિષય સાથે 12મું પાસ
- અરજદારની ઉંમર 16.5 વર્ષથી 19.5 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- લઘુત્તમ ઊંચાઈ 157 સેમી (પુરુષ) અને 152 સેમી (સ્ત્રી)
- અરજદારને કોઈ ગંભીર શારીરિક ખામી ન હોવી જોઈએ
- અરજદાર અપરિણીત હોવો જોઈએ
NDA સિલેક્શન પ્રોસેસ
- લેખિત પરીક્ષા હશે જેમાં સામાન્ય જ્ઞાન અને ગણિત સંબંધિત પ્રશ્નો હશે
- અરજદારનો ઇન્ટરવ્યુ લેવામાં આવશે
- અંતે તબીબી પરીક્ષણ કરવામાં આવશે
લેખિત પરીક્ષામાં શું હોય છે ?
તમને જણાવી દઈએ કે લેખિત પરીક્ષામાં બે પેપર હોય છે. એક પેપર ગણિત (300 ગુણ)નું છે અને બીજું પેપર જનરલ એબિલિટી ટેસ્ટ (600 ગુણ)નું છે. આ પેપર પૂર્ણ કરવાનો સમય 150 મિનિટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે