)
Indian Army Vacancy: જો તમે સરકારી નોકરી કરવા માંગો છો તો ભારતીય સેનામાં અવિવાહિત પુરુષો અને મહિલાઓ માટે નોકરીની તકો છે. સેનામાં અલગ અલગ પદ પર ભરતી કરવામાં આવનાર છે. ભારતીય સેનાએ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટથી લઈ શોર્ટ સર્વિસ કમિશન માટે અરજીઓ માંગી છે. આ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2025 છે. ભારતીય સેનામાં કુલ 381 વેકેન્સી ભરવાની છે.
ભારતીય સેનામાં પુરુષો માટે ભરતી
સિવિલ - 75 પદ
કંપ્યુટર વિજ્ઞાન 60 પદ
ઈલેક્ટ્રિકલ 33 પદ
ઈલેક્ટ્રોનિક્સ 64 પદ
મેકેનિકલ 101 પદ
અલહ અલગ એન્જીનિયરિંગ સ્ટ્રીમ 17
મહિલાઓ માટે ભરતી
સિવિલ 7 પદ, કંપ્યુટર વિજ્ઞાન 4 પદ, ઈલેક્ટ્રિકલ 3 પદ, ઈલેક્ટ્રોનિક્સ 6 પદ, મેકેનિકલ 9 પદ
નોકરી માટે વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
ભારતીય સેનાના આ પદ માટે નોકરીની અરજી કરવા માંગતા ઉમેદવારોની આયુ 20 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. આવેદન કરનાર વ્યક્તિ પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયની ઈંજીનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ અથવા તો તે ફાઈનલ યરમાં હોવા જોઈએ.
આ પદ માટે પગાર
પસંદગી પ્રક્રિયામાં જે ઉમેરવાદ પાસ થશે તેને માસિક 56,100 થી 250000 રૂપિયા સુધીનો પગાર મળશે. આ નોકરી માટે અપ્લાય ઈંડિયન આર્મીની રીક્રુટમેન્ટની સાઈટ પર જઈને કરવાની રહેશે. ઉમેદવારની પસંદગી એજ્યુકેશન પરફોર્મન્સ અને યોગ્યતાના આધારે કરવામાં આવશે. ફાઈનલ સિલેકશન પછી તેમનો મેડિકલ ટેસ્ટ પણ થશે.