)
Indian Army NCC Vacancy 2025 : જો તમે પણ ભારતીય સેનામાં જોડાવા માંગતા હોવ તો કોઈપણ પરીક્ષા વિના ભારતીય સેનામાં લેફ્ટનન્ટ બનવા માટે અરજી કરી શકો છો. ભારતીય સેના દ્વારા SSC NCC 123મા કોર્ષમાં કુલ 76 પુરુષો અને મહિલાઓની ભરતી કરવામાં આવી રહી છે. ભરતી માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે. 11 સપ્ટેમ્બર પછી તમે આર્મીના SSC NCC 123મા કોર્ષમાં અરજી કરી શકશો નહીં.
શૈક્ષણિક લાયકાત
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માટે વય મર્યાદા 01 જાન્યુઆરી 2026 સુધી ધ્યાનમાં લેવામાં આવશે. લઘુત્તમ ઉંમર 19 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. ઉંમરથી લઈને શૈક્ષણિક લાયકાત સુધીની વધુ માહિતી માટે તમે નોટિફિકેશન ચેક કરી શકો છો.
કેવી રીતે કરવી અરજી ?
ભારતીય સેનાના SSC NCC 123મા કોર્સમાં ભરતી માટે તમારે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. તમને joinindianarmy.nic.in પર SSC NCCનું નોટિફિકેશન મળશે, તેમાં આપેલી લિંક પર ક્લિક કર્યા પછી તમે અરજી કરી શકો છો.
અરજી કર્યા પછી લાયક ઉમેદવારને SSB ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવશે. આ પછી મેડિકલ ટેસ્ટ અને પછી તમારું નામ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પછી છેલ્લે જોઇનિંગ લેટર આપવામાં આવશે. ભારતીય સેનાના સર્વિસ સિલેક્શન બોર્ડનો ઇન્ટરવ્યુ બે તબક્કામાં લેવામાં આવે છે. આ પસંદગી કસોટીની પ્રક્રિયા કુલ 5 દિવસની છે. પસંદ કરાયેલા ઉમેદવારો માટે તાલીમનો સમયગાળો 49 અઠવાડિયાનો રહેશે. તાલીમ દરમિયાન, દર મહિને 56,100 રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા પછી લેફ્ટનન્ટ રેન્ક મળશે.