)
Jobs News: દેશની મોટી સરકારી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડમાં એપ્રેન્ટિસશીપે 192 જગ્યા પર ભરતી બહાર પાડી છે. આ પદો માટે અરજી પ્રક્રિયા 2 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે અને ઈચ્છુક ઉમેદવાર 22 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. તમે આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો.
કોણ કરી શકે છે અરજી?
આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. પરંતુ આ ડિગ્રી 1 સપ્ટેમ્બર 2025 સુધી પૂરી હોવી જોઈએ અને આ ડિગ્રી 1 સપ્ટેમ્બર 2021 પહેલા પાસ કરેવી ન હોવી જોઈએ. આ ઉપરાંત, જે ઉમેદવારોએ ક્યાંકથી એપ્રેન્ટિસશીપ પૂર્ણ કરી છે તેઓ આ ભરતીમાં અરજી કરી શકશે નહીં.
ઉંમર મર્યાદા
અરજી કરનાર ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. એટલે કે તમારી ઉંમર 20થી 25 વર્ષ વચ્ચે છે તો તમે આ જગ્યા માટે અરજી કરી શકો છો.
અરજી ફી
આ ભરતીમાં સામેલ થવા માટે ઉમેદવારોએ અરજી ફી ભરવી પડશે. જનરલ અને ઓબીસી વર્ગ માટે 944 રૂપિયા છે. જ્યારે એસસી/એસટી વર્ગ માટે 708 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જ્યારે PwBD (દિવ્યાંગ) વર્ગ માટે 472 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.
પસંદગીની પ્રક્રિયા
પ્રવેશ પરીક્ષા – આ પરીક્ષા 1 ઓક્ટોબર 2025 ના રોજ લેવામાં આવશે.
દસ્તાવેજ ચકાસણી અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ – પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને 8 થી 14 ઓક્ટોબર 2025 ની વચ્ચે દસ્તાવેજ ચકાસણી અને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.
અંતિમ ઓફર લેટર – સફળ ઉમેદવારોને 15 થી 20 ઓક્ટોબર 2025 ની વચ્ચે ઓફર લેટર જારી કરવામાં આવશે.
અરજી પ્રક્રિયા
સૌથી પહેલા ઉમેદવારોએ NATS પોર્ટલ (nats.education.gov.in) પર જઈ ખુદને રજીસ્ટર કરવું પડશે.
રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ અન્ય નિર્ધારિત પોર્ટલ પર અરજી કરો.
અરજી સબમિટ કર્યા બાદ ઉમેદવારોને એક મેલ મળશે.
હવે મેલ પર આપેલી લિંક પર ક્લિક કરી ઉમેદવારોને ટ્રેનિંગ જિલ્લા પ્રેફરેન્સ અને અન્ય જરૂરી જાણકારી ભરવી પડશે.
અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે રાખી લો.