Vacancy 2024: સરકારી નોકરી જોઈતી હોય ફટાફટ અહીં અરજી કરો! પરીક્ષા વગર જ થશે પસંદગી
PNB Vacancy 2024: પંજાબ નેશનલ બેંકમાં કોન્ટ્રેક્ટ ટેલિકન્સલ્ટેન્ટના રૂપમાં સાઈકોલોજિસ્ટની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. તમારી પાસે અહીં કામ કરવાનો સૌથી સારો મોકો છે. આ ભરતી સાથે જોડાયેલી તમામ ડિટેલ્સ અહીં ચેક કરો.
Trending Photos
PNB Recruitment 2024: પંજાબ નેશનલ બેંકમાં નોકરી કરવાની ઈચ્છા રાખનારા ઉમેદવારો પાસે સારો મોકો છે. બેંક તરફથી નવી ભરતીઓ બહાર પાડવામાં આવી છે, જેના માટે લાંબા સમયથી અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતી મારફતે સાઈકોલોજિસ્ટના પદો પર નિયુક્તિ કરવામાં આવશે. અરજીની છેલ્લી તારીખ નજીક છે, ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર સહેજપણ વિચાર્યા વગર ઓફિશિયલ વેબસાઈટ pnbindia.in પર જઈને એપ્લિકેશન ફોર્મ ભરી શકે છે. અહીં અમે તમને આ ભરતી સાથે જોડાયેલી તમામ જરૂરી ડિટેલ્સ આપવા જઈ રહ્યા છે.
અરજીની છેલ્લી તારીખ
પંજાબ નેશનલ બેંકની આ ભરતી માટે ઉમેદવાર 16 ડિસેમ્બર 2024 સુધી અરજી ફોર્મ જમા કરાવી શકે છે. ત્યારબાદ અરજી કરવાનો મોકો મળશે નહીં. એવામાં ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારને સલાહ આપવામાં આવે છે કે સમય રહેતા આ પદો માટે અરજી કરી દો.
વેકેન્સી ડિટેલ
આ ભરતી હેઠળ એક પદ તમામ કર્મચારીઓ માટે સાઈકોલોજિસ્ટ ટેલી કન્સલ્ટેંટ અને અન્ય પદ મહિલા સાઈકોલોજિસ્ટ ટેલી કન્સલ્ટેંટ માટે છે.
જરૂરી યોગ્યતા
આ બન્ને પદો માટે મનોવિજ્ઞાનમાં એમએની ડિગ્રી હોવી જોઈએ. તેના સિવાય મનોવિજ્ઞાનમાં પીએચડી/એમફીલને પ્રાધાન્ય આપવામાં આવશે. તેની સાથે અરજદારોને કાઉન્સેલિંગ સાયકોલોજીમાં 10 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
Age લિમિટ
પીએનબી ભરતી 2024 માટે અરજી કરનાર ઉમેદવારોનું આયુષ્ય 1 જાન્યુઆરી 2025 સુધી 69 વર્ષથી વધારે ના હોવું જોઈએ.
આ રીતે થશે પસંદગી
અરજદારોને શોર્ટલિસ્ટ કર્યા પછી વ્યક્તિગત ઇન્ટરવ્યુ હાથ ધરવામાં આવશે. જરૂરી લાયકાતો અને અનુભવની લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવશે. અંતિમ પસંદગી ઇન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ્સ ઉમેદવારોને વધુ પ્રક્રિયા માટે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.
આટલો પગાર મળશે
આ પોસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને 1,00,000 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે