Sarkari Naukri: 50 વર્ષની ઉંમરવાળા માટે સરકારી નોકરી...દર મહિને 50000 રૂપિયા મળશે, જાણો વિગતો 

Government Job: 50 વર્ષે પણ સરકારી નોકરી મળે તેવી શાનદાર તકઆવી છે. ભારત સરકાર તરફથી જોબ ઓફર થઈ રહી છે. જો તમને પણ ખાવાનું બનાવવું ગમતું હોય તો તમારા માટે તક છે. જાણો માહિતી. 

Sarkari Naukri: 50 વર્ષની ઉંમરવાળા માટે સરકારી નોકરી...દર મહિને 50000 રૂપિયા મળશે, જાણો વિગતો 

ખાવાનું બનાવવું અને લોકોને બનાવીને ખવડાવવું જો તમને ગમતું હોય તો આ બાબાત તમારા માટે કમાણીનો રસ્તો બની શકે છે. દર મહિને 50,000 રૂપિયાવાળા પગારની સરકારી નોકરીની જગ્યા ખાલી છે અને ખાવાનું બનાવવાના શોખીનો આ નોકરી માટે અરજી કરી શકે છે. ભારતીય ખેલ પ્રાધિકરણ તરફથી આસિસ્ટન્ટ શેફની ભરતી નીકળી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર 17 ઓક્ટોબર 2025 સુધી અરજી કરી શકે છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ શેફની નોકરી કેવી રીતે મળી શકે અને તેના માટે શું છે અરજીની પ્રક્રિયા... તમામ વિગતો જાણો. 

યોગ્યતા
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આસિસ્ટન્ટ શેફની ભરતી કરવામાં આવશે. આ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે સંસ્થાન તરફથી બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ કે હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેક્નોલોજી કે પાક કળામાં બીએ કે પછી પાક કળામાં બીએસએસસી જેવી ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે જ એક વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે. 

Add Zee News as a Preferred Source

50 વર્ષની ઉંમરવાળાને પણ મળશે નોકરી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં આસિસ્ટન્ટ શેફ માટે એક જગ્યા ખાલી છે. 50 વર્ષની ઉંમરવાળા પણ અરજી કરી શકે છે. ઈન્ટરવ્યુના આધારે ફાઈનલ મેરિટ યાદી તૈયાર થશે અને ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે. નોકરી લાગ્યા બાદ માસિક 50000 રૂપિયા પગાર મળશે. 

જરૂરી માહિતી

અરજી શરૂ થવાની તારીખ- 2 ઓક્ટોબર 2025

અરજી કરવાની છેલ્લી તારીખ- 17 ઓક્ટોબર 2025 સાંજે 5 વાગ્યા સુધી

ઓફિશિયલ વેબસાઈટ-   sportsauthorityofindia.gov.in

વય મર્યાદા - 50 વર્ષ

પસંદગી પ્રક્રિયા- ફાઈનલ મેરિટ યાદી ફક્ત ઈન્ટરવ્યુના આધારે બનશે. 

ભરતીનું નોટિફિકેશન-     SAI Assistant Chef Recruitment 2025 Notification PDF

શું છે અરજી પ્રોસેસ

- સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ sportsauthorityofindia.gov.in પર જાઓ.

- પેજ ઓપન થતા જ હોમપેજ પર અરજી લિંક દેખાશે તેના પર ક્લિક  કરો. 

- ત્યારબાદ વેલિડ ઈમેઈલ આઈડી અને મોબાઈલ ફોન નંબરની માહિતી નાખો. 

- જે માહિતી માંગી હોય તે ભરો અને ફોર્મ ભરી દો. 

- જે ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય તેને પણ સ્કેન કરીને અપલોડ કરો. 

- અંતે તમામ માહિતી ભર્યા બાદ ફોર્મ સબમિટ કરો. 

- કન્ફર્મ્ડ અરજીને ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ આઉટ પણ લઈ લો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news