છટણીઓનું તોફાનઃ આ વર્ષે 218 કંપનીઓમાં 1 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી, આ સેક્ટર બન્યું 'કાળ'

વિશ્વભરમાં આઈટી સેક્ટરમાં નોકરીઓ પર સંકટ ચાલી રહ્યું છે. ભારત સહિત વિદેશમાં અનેક કંપનીઓએ છટણી કરી છે. વર્ષ 2025મા છટણીઓને કારણે આઈટી સેક્ટરમાં લાખો લોકોએ નોકરી ગુમાવી છે.
 

 છટણીઓનું તોફાનઃ આ વર્ષે 218 કંપનીઓમાં 1 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવી, આ સેક્ટર બન્યું 'કાળ'

Layoffs in IT & Tech: એક સમયે યુવાઓ માટે કરિયરનો સૌથી પસંદગીનો માર્ગ હતો એન્જિનિયરિંગ. મોટો પગાર અને શાનદાર લાઇફસ્ટાઇલને કારણે આઈટી સેક્ટરમાં કામ કરવું લાખો યુવાઓનું સપનું હતું. પરંતુ હવે આ સેક્ટર તે સપનાને તોડી રહ્યું છે. સ્થિતિ એવી છે કે આજે સૌથી વધુ છટણી આઈટી સેક્ટરમાં થઈ રહી છે.

એક વર્ષમાં 1 લાખથી વધુ નોકરીઓ ગઈ
Layoffs.fyi ના આંકડા અનુસાર 2025મા અત્યાર સુધી એક લાખથી વધુ આઈટી પ્રોફેશનલ્સની નોકરીઓ ખતમ થઈ ચૂકી છે. કંપનીઓનું ધ્યાન હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્લાઉડ સર્વિસ અને પ્રોફિટેબિલિટી પર છે. આ ફેરફારની સીધી અસર પરંપરાગત સોફ્ટવેર નોકરીઓ પર પડી છે. ભારતથી લઈને અમેરિકાની સિલિકોન વેલી સુધી છટણીની લહેર જોવા મળી છે.

Add Zee News as a Preferred Source

ભારતની TCSથી લઈને અમેરિકાની Intel સુધી છટણી
TCS એ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે 20,000થી વધુ કર્મચારીઓને બહાર કર્યાં હતા. Intel એ પોતાની કુલ વર્કફોર્સના 22 ટકા (આશરે 24000 કર્મચારી) ઘટાડી દીધા. કંપની  AMD અને NVIDIA જેવી પ્રતિસ્પર્ધિ કંપનીઓ સાથે મુકાબલો કરવા માટે પોલેન્ડ, જર્મની અને અમેરિકામાં પોતાના યુનિટ્સનું પુનર્ગઠન કરી રહી છે.

Microsoft એ આ વર્ષે 9 હજાર કર્મચારીઓની છટણી કરી છે. એમેઝોને 14000 કોર્પોરેટ નોકરીઓ ખતમ કરી, જેથી કંપની ક્લાઉડ ઈનોવેશન અને એઆઈ ડેવલોપમેન્ટ પર ધ્યાન આપી શકે. Meta (Facebook) અને Google (Alphabet) એ હાર્ડવેર, એન્ડ્રોયડ અને અન્ય ડિવીઝનમાં સ્ટાફ ઘટાડ્યો છે. Oracle ની અમેરિકાની ઓફિસમાં અનેક કર્મચારીઓ પ્રભાવિત થયા છે.

છટણી માત્ર ટેક સેક્ટર સુધી સીમિત નથી
UPS (લોજિસ્ટિક્સ કંપની) અત્યાર સુધીની સૌથી મોટી છટણીની યોજના બનાવી રહી છે, આશરે 48000 કર્મચારીઓની નોકરી ખતરામાં છે. Ford Motors એ પણ 8થી 13 હજાર કર્મચારીઓને બહાર કરવાની જાહેરાત કરી છે.

ટેકનોલોજી નિષ્ણાતો કહે છે કે AI અને ઓટોમેશન પરંપરાગત IT નોકરીઓની માંગ ઘટાડી રહ્યા છે. કંપનીઓ હવે ઓછા કર્મચારીઓ સાથે વધુ કામ કરવા માટે વ્યૂહરચના અપનાવી રહી છે. આગામી વર્ષોમાં ડેટા સાયન્સ, મશીન લર્નિંગ, સાયબર સુરક્ષા અને AI-આધારિત ભૂમિકાઓની માંગ વધશે, પરંતુ પરંપરાગત કોડિંગ અથવા સપોર્ટ સેવાઓમાં રોજગાર ઝડપથી ઘટતો રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news