કેનેડામાં કચરા પોતા કરવાના પણ કામ મળતા નથી! વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થયું
Canada Unemployment : કેનેડામાં બેરોજગારી એટલી વધી ગઈ છે કે, ત્યાં વસેલા ભારતીયોને હવે જીવન ગુજારવું મુશ્કેલ પડી રહ્યું છે... હવે અહીં સામાન્ય સાફ સફાઈની નોકરી પણ નથી મળી રહી
Canada News : ગુજરાતીઓનો કેનેડાથી મોહભંગ થઈ ગયો છે. આ દેશમાં હવે જવા જેવુ નથી તેવુ ગુજરાતીઓ સમજી ગયા છે. પરંતું જેઓ કેનેડા પહોંચી ગયા છે, તેઓને તકલીફો પડી રહી છે. કારમ કે, આ દેશમાં હવે નોકરી નથી મળી રહી છે. અહીં નોકરીઓની એટલી તંગી છે કે, કેનેડામાં નવા આવનારાઓને સ્વીપર-ડિશવોશરની જોબ પણ નથી મળતી. કેનેડામાં ઈમિગ્રેશનનું પ્રમાણ વધી ગયું હોવાના કારણે હાઉસિંગ અને જોબ શોર્ટેજ ઊભી થઈ છે. આ કારણે કેનેડામાં બેરોજગારીનો દર પણ વધી ગયો છે. કેનેડામાં ઈમિગ્રેશનનું પ્રમાણ વધી ગયું હોવાના કારણે હાઉસિંગ અને જોબ શોર્ટેજ ઊભી થઈ છે તેવું તજજ્ઞોનું કહેવું છે.
કેનેડામાં નોકરીઓ નથી મળી રહી
જે લોકો સારું ભવિષ્ય બનાવવાની આશાએ કેનેડા ગયા છે, તેઓના હાલ ખરાબ થઈ ગયા છે. કારણ કે, કેનેડામાં હાલ લોકોને સાફ સફાઈની નોકરી પણ નથી મળી રહી. આ સ્થિતિ ભારતથી ગયેલા વિદ્યાર્થીઓની જ નથી, પરંતું અન્ય દેશોમાંથી કેનેડા આવેલા લોકોની પણ છે. વિદેશના અનેક લોકો કેનેડામાં સ્થાયી થયા છે. જેઓને હાલ નોકરીના ફાંફા છે. આવામાં તેઓને કેનેડાનો ખર્ચો કેવી રીતે કાઢવો તે સમજાતું નથી.
અંબાલાલ પટેલની તોફાની આગાહી, ડિસેમ્બરની આ તારીખે ફરીથી ગુજરાતમાં આવશે વરસાદ
કેનેડામાં હવે સ્વીપર, રેસ્ટોરન્ટમાં ડીશવોશર જેવી નોકરીઓ પણ મળી નથી રહી. જસ્ટિન ટ્રુડો સરકારે કેનેડામાં વિઝા અને ઈમિગ્રેશનના નિયમો કડક બનાવતા જ હવે નવા વિદ્યાર્થીઓ કેનેડા જવાનું ટાળી રહ્યાં છે. કેનેડા હેવ ટેમ્પરરી રેસિડન્ટ્સની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. એટલું જ નહિ, જેમના વિઝા એક્સપાયરી થઈ ગયા છે, તેઓને કેનેડા છોડીને પણ જવું પડી શકે છે. તેથી આગામી સમય વધુ ખરાબ આવશે.
બીજી તરફ, કેનેડામાં મોટી સંખ્યામાં બેરોજગાર હોવાથી સ્થિતિ એવી છે કે, એક નોકરી માટે હજારો વિદ્યાર્થીઓ આવી જાય છે. આવામાં શું કરવું તે સમજાતું નથી. કેનેડામાં અંતરિયાળ વિસ્તારોમાં પણ નોકરીના અછત થઈ રહી છે. મોટા શહેરના લોકો નોકરીની શોધમાં નાના શહેરોમાં શિફ્ટ થવા લાગ્યા છે. આલબર્ટામાં પાંચ વર્ષથી ઓછા સમયથી કેનેડામાં રહી રહ્યા હોય તેવા ઈમિગ્રન્ટ્સ હાલમાં બેરોજગારીનો સામનો કરી રહ્યા છે
એક નોકરી માટે ઢગલાબંધ અરજી આવે છે
પિક્ચર પરફેક્ટ ક્લીનિંગ કંપનીના જારેડ સરબિતે જણાવ્યું હતું કે, તેઓ વર્તમાન કર્મચારીઓના મિત્રો અને પરિવારજનોને હાયર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી કરીને સેન્સિટિવ વિસ્તારોમાં કામ કરવામાં અસુરક્ષિત ન અનુભવે. પરંતુ જ્યારે તેઓ જોબ સાઈટ પર પોસ્ટ મૂકે છે ત્યારે તેમની પાસે ડબલથી પણ વધુ રેગ્યુમ આવતા હોય છે.
નર્મદા માતાના સાચા ભક્ત! અન્નનો એકપણ દાણો લીધા વગર પાણી પીને નર્મદા પરિક્રમા કરે છે દાદા ભગવાન