White Hair: નાની ઉંમરે સફેદ થતા વાળને મૂળમાંથી કાળા કરવાની 3 અસરદાર રીત
White Hair: આપણી આસપાસ કેટલીક નેચરલ વસ્તુઓ એવી છે જે સફેદ થતા વાળને કાળા કરી શકે છે. આજે તમને 3 અસરદાર રીતો વિશે જણાવીએ. જેને અપનાવીને તમે વાળને મૂળમાંથી કાળા કરી શકો છો.
Trending Photos
)
White Hair: આજકાલ તો નાની ઉંમરમાં જ લોકોના વાળ સફેદ થવા લાગે છે. પહેલાના સમયમાં જેમ જેમ ઉંમર વધે તેમ માથામાં સફેદ વાળ દેખાતા પરંતુ હવે તો 25 વર્ષથી નાની વયના યુવાનોના માથામાં પણ સફેદ વાળ દેખાવા લાગે છે. નાની ઉંમરમાં સફેદ વાળ થવાનું મુખ્ય કારણ ખરાબ આહાર, સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, પોષક તત્વોનો અભાવ હોઈ શકે છે. પરંતુ સારી વાત એ છે કે તમે કેટલાક નેચરલ ઉપાય અપનાવીને આ પરેશાનીને દુર કરી શકો છો. નાની ઉંમરમાં જો વાળ સફેદ થવા લાગ્યા હોય તો તેને કુદરતી રીતે કાળા કરવા માટે 3 રીત ફેમસ છે. આ 3 પ્રાકૃતિક અને અસરદાર ઉપાય અપનાવીને સફેદ થતા વાળને કાળા કરી શકાય છે.
જાસુદ અને દહીં
જાસૂદના ફૂલ વાળ માટે ફાયદાકારક હોય છે તે સ્કેલ્પને પોષણ આપે છે અને વાળના મૂળને મજબૂત બનાવે છે. તેના માટે એક વાટકીમાં 4 ચમચી દહીં લઈ તેમાં અડધો કપ જાસુદના ફૂલનો પાવડર અથવા તો પેસ્ટ મિક્સ કરો. આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાવો. આ પેસ્ટને 30 થી 40 મિનિટ માટે વાળમાં લગાવી રાખો અને પછી હુંફાળા પાણીથી વાળ સાફ કરો. આ માસ્ક લગાડવાથી વાળને નેચરલ કલર મળે છે અને સફેદ થતાં વાળ પણ અટકે છે.
ભૃંગરાજ અને આમળા
ભૃંગરાજ અને આમળા બંને વાળને કાળા અને ઘાટા બનાવવામાં મદદ કરે છે. સુતા પહેલા બંને તેલને સમાન માત્રામાં લઈ વાળમાં સારી રીતે લગાવી મસાજ કરો. તેલ રાત્રે વાળમાં રહેવા દેવું અને બીજા દિવસે સવારે શેમ્પુ કરવું. આ તેલથી વાળનો ગ્રોથ પણ વધે છે અને સફેદ વાળને કાળા કરવામાં મદદ પણ મળે છે.
અશ્વગંધા ચા
અશ્વગંધા એક શક્તિશાળી જડીબુટ્ટી છે જે શરીરમાં મેલાનીન બનાવવામાં મદદ કરે છે. આ તત્વ વાળને કાળો રંગ આપે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી અશ્વગંધા પાવડર મિક્સ કરી 15 મિનિટ ઉકાળો. ત્યાર પછી ગેસ બંધ કરી તેમાં મધ અને લીંબુ ઉમેરી પી લેવું. આ ચા પીવાથી સ્ટ્રેસ ઓછો થાય છે અને વાળ પણ સ્વસ્થ રહે છે.
આ ત્રણ ઉપાયમાંથી કોઈ પણ એક ઉપાય અપનાવો અને સાથે જ રૂટિનમાં કેટલાક યોગનો સમાવેશ કરો. નિયમિત યોગાસન કરવાથી શરીરમાં રક્તસંચાર સુધરે છે. રક્તસંચાર સુધરવાથી વાળના મૂળ મજબૂત પણ થાય છે અને સફેદ થતા વાળની પરેશાની પણ ઓછી થવા લાગે છે. આ સિવાય આહારમાં પણ એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં કોપર અને ઓમેગા 3 વધારે હોય ડેઇલી ડાયટમાં કાજુ, બદામ, છોલે, દહીં, પનીર, કેળા, અખરોટ, અળસીના બી, બ્રોકલી જેવી વસ્તુઓનો સમાવેશ કરો તેમાં કોપર, વિટામિન બી 12 અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર હોય છે જે વાળનો નેચરલ રંગ જાળવી રાખવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














