Fruits for Weight Loss: ફાઈબરથી ભરપુર આ 4 ફ્રુટ ક્રેવિંગ કંટ્રોલ કરવામાં મદદ કરશે, ડાયટ વિના ઘટવા લાગશે વજન

Fruits for Weight Loss: દરેક પ્રકારના ફળ શરીર માટે ફાયદાકારક જ હોય છે પણ 4 ફળ એવા છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ ફળ ખાવાથી વારંવાર ખાવા માટે થતી ક્રેવિંગ કંટ્રોલ થાય છે. જેના કારણે વજન ઘટાડવામાં સરળતા થઈ જાય છે.
 

Fruits for Weight Loss: ફાઈબરથી ભરપુર આ 4 ફ્રુટ ક્રેવિંગ કંટ્રોલ કરવામાં મદદ કરશે, ડાયટ વિના ઘટવા લાગશે વજન

Fruits for Weight Loss: જો તમે વધતા વજનથી પરેશાન છો અને વજનને ઝડપથી કંટ્રોલ કરવા માંગો છો તો સૌથી પહેલા ડાયટને કંટ્રોલ કરો. વજન ઘટાડવામાં ડાયટ સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. ડાયટમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે ફાઇબરથી ભરપૂર હોય. ફાઇબરથી ભરપૂર વસ્તુઓ વજન ઝડપથી ઘટાડવામાં મદદ કરશે. જે વસ્તુમાં ફાઇબર વધારે હોય તેમાં કેલરી ઓછી હોય છે અને તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. જેનાથી વજન પણ ઓછું થાય છે અને સુગર પણ કંટ્રોલમાં રહે છે. ફાઇબરથી ભરપૂર વસ્તુઓ ખાવાથી પાચન પણ સારું રહે છે અને કબજિયાતથી પણ મુક્તિ મળે છે.

વજન ઘટાડવાને લઈને તમે પરેશાન રહેતા હોય તો ડાયેટમાં કેટલાક કલરફુલ ફાઈબર રીચ ફ્રુટનો સમાવેશ કરવાનો શરૂ કરી દો. આ ફળ એવા છે જે ફાઇબરથી ભરપૂર હોય છે અને વજન કંટ્રોલ કરવામાં અસરકારક હોય છે. આ ફળને ડાયટમાં સામેલ કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને વારંવાર ખાવા માટે થતી ક્રેવિંગ પણ કંટ્રોલમાં આવશે. આ ફળ ચરબી ઓછી કરશે અને બોડી ને હેલ્ધી રાખવામાં મદદ કરશે.

કેળા 

જો તમે વધતા વજનથી પરેશાન છો તો કેળાનું સેવન કરો. કેળા એવું ફળ છે જે ફાઇબરથી ભરપૂર હોય છે. રોજ તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ લાગતી નથી. જો યોગ્ય માત્રામાં કેળાનું સેવન કરવામાં આવે તો વજનને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. વજન ઓછું કરવું હોય તો સવારે નાસ્તામાં એક કેળું ખાઈ શકાય છે. 

સફરજન 

વારંવાર લાગતી ભૂખને કંટ્રોલ કરવા માટે સફરજન ખાઈ શકાય છે. જ્યારે કંઈ પણ ખાવાની ક્રેવિંગ થાય ત્યારે સફરજન ખાઈ લેવું. સફરજન ખાવાથી વજનને મેન્ટેન રાખી શકાય છે. મધ્યમ આકારના એક સફરજન માં 4.4 ગ્રામ સુધી ફાઇબર હોય છે. સફરજનની સ્મુધી બનાવીને પણ પી શકાય છે. 

જામફળ 

જો તમને વધારે ભૂખ લાગતી હોય અને વજન તેના કારણે વધી રહ્યું હોય તો જામફળ અને ડાયટમાં સામેલ કરો. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર જામફળ પાચનને સુધારશે અને વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે. જામફળ ખાધા પછી કલાકો સુધી ભૂખ લાગતી નથી તેથી વજન કંટ્રોલ કરવો સરળ થઈ જાય છે. 

કેરી 

કેરીને ફળોનો રાજા કહેવાય છે દુનિયામાં આ ફળ સૌથી વધારે લોકપ્રિય છે. કેરીમાં એન્ટિઓક્સિડન્ટ, બીટા કેરોટીન, વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. કેરી ખાવાથી ઈમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે અને ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. ફાઇબરથી ભરપૂર કેરી પાચનને પણ સુધારે છે. કેરી ખાવાથી શરીરની વધારાની કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે. જોકે ડાયાબિટીસ હોય તેમણે કેરી ડોક્ટરની સલાહ પછી જ ખાવી.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news