)
How to Remove Dark Circles Naturally: રાત્રે ઉજાગરા થયા પછી આંખની નીચે ડાર્ક સર્કલ દેખાવા લાગે છે. આ સમસ્યા સામાન્ય સમસ્યા છે. ઊંઘ પુરી ન થવાના કારણે આંખ નીચે કાળા કુંડાળા થઈ જતા હોય છે. ડાર્ક સર્કલ હોય તો ચહેરો ડલ અને બેજાન દેખાય છે. મેકઅપથી ડાર્ક સર્કલ છુપાવી તો શકાય છે પરંતુ તેમ છતાં આ સમસ્યા નેચરલી જ દુર થઈ જાય તેવો પ્રયત્ન કરવો જરૂરી છે.
આજે તમને જણાવીએ કે તમે ઘરે કઈ રીતે અંડર આઈ ડાર્ક સર્કલને દુર કરી શકો છો. ડાર્ક સર્કલ દુર કરવા માટેના આમ તો ઘણા ઘરેલુ ઉપાયો છે પરંતુ તેમાંથી સૌથી અસરકારક એવા 4 ઉપાયો વિશે તમને જણાવીએ. આ ઘરેલુ ઉપાયો અપનાવીને તમે પણ ડાર્ક સર્કલથી મુક્તિ મેળવી શકો છો.
ડાર્ક સર્કલ દુર કરવાના ઘરેલુ ઉપાયો
કાચુ બટેટું
કાચા બટેટામાં પ્રાકૃતિક બ્લીચિંગ ગુણ હોય છે. બટેટામાં કૈટલોસ નામનું એન્જાઈમ હોય છે જે પિગમેંટેશન ઓછું કરે છે અને ઈંફ્લેમેશન ઘટાડવામાં મદદ કરે છે. આંખ માટે બટેટાનો ઉપયોગ કરવો હોય તો બટેટાને ખમણી તેનો રસ કાઢી લો અને તેમાં રુ પલાળી આંખ પર રોજ 10 થી 15 મિનિટ માટે રાખો. બટેટાનો રસ ઠંડો કરીને પણ લગાડી શકો છો.
ગ્રીન ટી બેગ્સ
જે ગ્રીન ટી બેગનો ઉપયોગ થઈ ગયો હોય તેને ફેંકવાને બદલે ડાર્ક સર્કલ દુર કરવામાં યુઝ કરી શકો છો. તેના માટે ગ્રીન ટી બેગને ફ્રીજમાં રાખી દો અને જ્યારે ટી બેગ ઠંડી થઈ જાય તો આંખ પર 10 થી 15 મિનિટ માટે રાખો. ગ્રીન ટી બેગ એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે. તેનાથી બ્લડ સર્કુલેશન સુધરે છે અને આંખને તાજગી મળે છે.
એલોવેરા અને વિટામિન ઈ
સૂતા પહેલા આંખ નીચે એલોવેરા જેલ અને વિટામિન ઈ ઓઈલનું મિશ્રણ લગાડી લેવું જોઈએ. તેનાથી આંખને મોઈશ્ચર મળે છે. આ ઓવરનાઈટ ટ્રીટમેન્ટ ત્વચાને રીપેર કરે છે અને ડાર્ક સર્કલ લાઈટ થવા લાગે છે.
ટમેટા અને ચણાનો લોટ
આ બધાથી અલગ તમે ટમેટાનો રસ અને ચણાના લોટની પેસ્ટ બનાવીને યુઝ કરી શકો છો. ચણાના લોટમાં ટમેટાનો રસ ઉમેરી મિશ્રણ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા પર અને ખાસ તો આંખ નીચે લગાવો. ચણાનો લોટ સ્કિનને એક્સફોલિએટ કરશે અને ડેડ સ્કિન સેલ્સને દુર કરશે. આ પેસ્ટને 10 મિનિટ લગાવો અને પછી સ્કિન સાફ કરો.
આ 4 નુસખા ડાર્ક સર્કલ દુર કરવા માટે અસરકારક છે. આ નુસખા અસર કરે છે પરંતુ રાતોરાત ડાર્ક સર્કલ દુર ન થઈ શકે. તેના માટે નિયમિત આ વસ્તુઓ યુઝ કરવી જરૂરી છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)