)
Dark Hands: ચહેરાની ચમક જળવાઈ રહે તે માટે યુવતીઓ મેકઅપ કરે છે અને મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ પણ કરે છે. પરંતુ ચહેરાની ત્વચાની સાથે હાથ અને પગની ત્વચાનો ધ્યાન રાખવું પણ જરૂરી છે. હાથ અને પગની ત્વચા દિવસ દરમિયાન ધૂળ, તડકો, ગંદકી અને કેમિકલ વાળા પ્રોડક્ટના સંપર્કમાં આવે છે. તેના કારણે ચેહરા કરતાં વધારે ડાર્ક હાથ અને પગની ત્વચા દેખાય છે. ઘણા લોકોના હાથ અને પગની ત્વચા એકદમ કાળી અને ખરબચડી થઈ જાય છે. હાથની ત્વચા ખરાબ થઈ જાય તે પહેલા તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને હાથની કાળી ત્વચાને નોર્મલ કરી શકો છો.
હાથની કાળી સ્કિનને નોર્મલ કરવાના ઉપાય
- જો તમારા હાથની ત્વચા કાળી થઈ ગઈ છે તો તેનાથી છુટકારો મેળવવા માટે ચણાનો લોટ અને દહીં લગાવી શકો છો. ચણાના લોટમાં દહીં મિક્સ કરીને ત્વચા પર સ્ક્રબ કરવાથી મેલ નીકળી જાય છે અને ત્વચાનો રંગ નોર્મલ થાય છે.
- જો હાથની ત્વચા વધારે કાળી થઈ ગઈ હોય તો તેને દૂર કરવા માટે લીંબુ અને મધનો ઉપયોગ કરો. લીંબુના રસમાં મધ મિક્સ કરી તેને હાથની ત્વચા પર લગાડો અને હળવા હાથે મસાજ કરો. થોડા દિવસ ન્હાતા પહેલા આ ઉપાય કરવાથી હાથની ત્વચાની ગંદકી નીકળી જાય છે.
- જો તમારા હાથ અને પગની ત્વચા વધારે પડતી કાળી થઈ ગઈ હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે બટેટાનો રસ પણ લગાડી શકો છો. બટેટાનો રસ કાઢી હાથ અને પગની ત્વચા પર લગાડી હળવા હાથે મસાજ કરો. પાંચથી દસ મિનિટ રસને હાથ પર સુકાવા દો અને પછી ઠંડા પાણીથી હાથ સાફ કરી લો.
- કાચું દૂધ પણ કાળી ત્વચાને નોર્મલ કરવામાં મદદગાર સાબિત થાય છે. તેના માટે કાચું દૂધ હાથ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. થોડા દિવસ નિયમિત કાચું દૂધ સ્કીન પર લગાડશો એટલે ડેડ સ્કીન નીકળી જશે અને ત્વચાનો રંગ નોર્મલ થવા લાગશે.
- હાથની કાળી ત્વચાને સાફ કરવા માટે દહીંનો ઉપયોગ પણ કરી શકાય છે. દહીંમાં એક ચપટી હળદર મિક્સ કરીને હાથ પર લગાવો. 10 મિનિટ રાખો અને પછી હળવા હાથે મસાજ કરીને હુંફાળા પાણીથી દહીં સાફ કરી લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)