Weight Loss: વજન ઘટાડવાની જર્ની ઈઝી થઈ જશે જો અપનાવી લેશો આ 5 આદતો, ઝડપથી ઘટશે વજન
Weight Loss Tips: ઘણા લોકોનું વજન એકવાર વધે પછી ઝડપથી ઘટતું નથી. જો તમારી સાથે પણ આવું થાય છે તો તમને જણાવી દઈએ એ સીક્રેટ જેની મદદથી તમે તમારી વેટ લોસ જર્નીને ઈઝી બનાવી શકો છો.
Trending Photos
)
Weight Loss Tips: વધતું વજન આજના સમયની સામાન્ય સમસ્યા છે. વજન વધી જાય પછી લોકો જીમમાં વજન ઘટાડવા માટે ખૂબ પરસેવો વસાવે છે. ઘણા લોકો તો ખાવા પીવાનું પણ છોડી દેતા હોય છે. પરંતુ શરીરને ફિટ રાખવા માટે ડાયટિંગ કરવી કે વર્કઆઉટ કરવું પૂરતું નથી. જો તમે સમય રહેતા જ યોગ્ય આદતોને અપનાવો તો વેઇટ લોસ કરીને શારીરિક બાંધામાં ફેરફાર કરી શકો છો જો તમે કેટલીક હેલ્ધી આદતોને ફોલો કરો તો મેન્ટલી પણ ફીટ રહી શકો છો.
ઘણા લોકો એવા પણ હોય છે જેમની ફરિયાદ હોય છે કે વર્કઆઉટ અને ડાયટ કર્યા પછી પણ વજન ઓછું ન થાય. અથવા તો એકવાર વજન ઘટાડ્યા પછી ફરીથી વજન વધી જાય. આવી સમસ્યા ધરાવતા લોકો માટે પણ આજે એ કાયમી સમાધાન જણાવીએ. જો તમે વજન ઘટાડીને ફીટ બનવા માંગો છો તો લાઈફ સ્ટાઈલમાં આ 5 ફેરફાર કરો. આ 5 ફેરફાર કરવાથી વજન ઝડપથી ઘટી શકે છે.
પ્રોટીન અને શાક
હેલ્થ એક્સપર્ટ અનુસાર વજન ઝડપથી ઘટાડવું હોય અને ઓછું વજન મેન્ટેન કરવું હોય તો પ્રોટીન અને શાકભાજી વધારે લેવાનું રાખો. કારણકે આ વસ્તુઓ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ ઝડપથી લાગતી નથી. તેથી પોતાના દરેક મિલમાં પ્રોટીન અને શાક એડ કરો.
મીઠાઈ અને ફેટ
હેલ્થ એક્સપર્ટ અનુસાર મીઠાઈ અને ફેટ વાળો આહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવો યોગ્ય રહે છે. મીઠાઈ અને ફેટ વાળી વસ્તુઓ ખાવાથી વજન ઓછું થતું નથી અને વજન ઝડપથી વધી પણ જાય છે. તેથી આ વસ્તુઓને છોડી દેવી જ યોગ્ય રહે છે.
દિવસના બે થી ત્રણ મીલ
જો તમે વજન ઓછું કરવા માંગો છો તો દિવસમાં બેથી ત્રણ મીલ લેવા પૂરતા છે. દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે કંઈ પણ ખાવા પીવાથી બચો. જો તમને ખરેખર ભૂખ લાગે તો ડ્રાયફ્રુટ અથવા ફ્રુટ ખાઈને ભૂખ શાંત કરો. તેનાથી પાચનતંત્ર પર પ્રેશર નહીં આવે અને ડાયજેશન સારી રીતે થશે.
ધીરે-ધીરે ખાવું
હેલ્થ એક્સપર્ટ અનુસાર ભોજન ધીરે ધીરે ખાવાની આદત પાડો. જમતી વખતે દરેક કોર્સ ધીરે ધીરે ખતમ કરો. જમવા માટે ઓછામાં ઓછી 15 મિનિટનો સમય લેવો જોઈએ. ધીરે ધીરે ચાવીને ખાવાથી પેટ ઓછા ખોરાકમાં પણ ભરાઈ જાય છે.
પેટ ભરીને ન ખાવું
એક્સપર્ટ અનુસાર જો તમે વજન ઓછું કરવા માંગો છો તો ખોરાકની ક્વોન્ટિટી ઓછી કરો. તમે જે પણ ખાઓ એટલું જ ખાવ જેનાથી ભૂખ સંતોષાઈ જાય. પેટ ભરીને ખાવાને બદલે થોડું ઓછું જમવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














