Special Sharbat: આ 5 શરબત ઝડપથી વધારે છે કોલેજન લેવલ, શરીરને ઠંડક મળશે અને સ્કિન પણ દેખાશે ગ્લોઈંગ

Sharbat for Bright Skin: જો કોસ્મેટિક્સનો ઉપયોગ કર્યા વિના ત્વચાની સુંદરતા વધારવી હોય તો ડાયટમાં આ 5 શરબતનો સમાવેશ કરો. આ 5 શરબત ત્વચામાં કોલેજનની માત્રા વધારે છે. જેનાથી સ્કિન યુવાન દેખાશે.
 

Special Sharbat: આ 5 શરબત ઝડપથી વધારે છે કોલેજન લેવલ, શરીરને ઠંડક મળશે અને સ્કિન પણ દેખાશે ગ્લોઈંગ

Sharbat for Bright Skin: ઉનાળામાં ત્વચા બેજાન થઈ જાય છે. ઉનાળામાં ગરમીના કારણે ડલ પડેલી ત્વચાને જો રીપેર કરવી હોય અને ત્વચા પર ગ્લો વધારવો હોય તો એવી વસ્તુઓની ડાયટમાં સામેલ કરો જે કોલેજનની માત્રા વધારે. કોલેજન એવું પ્રોટીન છે જે ચેહરા પર નેચરલ ગ્લો વધારે છે સાથે જ કરચલીઓ અને ડલનેસને પણ વધતા રોકે છે. ગરમીમાં સ્કીનનું ખાસ ધ્યાન રાખવા માટે તમારે વધારે કંઈ કરવાની પણ જરૂર નથી. ગરમીમાં જો તમે આ 5 શરબતને પોતાની ડાયટમાં સામેલ કરી લેશો તો શરીરમાં કોલેજન 100 ની સ્પીડે વધશે. આ 5 શરબત પીવાથી તમને ડબલ ફાયદા થશે. પહેલો ફાયદો કે ગરમીમાં શરીરને ઠંડક મળશે અને બીજો સૌથી મોટો ફાયદો કે ત્વચામાં કુદરતી રીતે કોલેજન વધશે જે તમારી સુંદરતાને પણ ઝડપથી વધારશે. 

Add Zee News as a Preferred Source

વરીયાળીનું શરબત 

વરીયાળીના શરબતને ઉનાળાનું અમૃત કહેવામાં આવે છે. ઉનાળામાં વરીયાળીનું શરબત પીવાથી શરીરને ફાયદા થાય છે. તેનાથી પેટની ગરમી ઓછી થાય છે અને પાચન સંબંધિત સમસ્યા પણ શાંત થાય છે. વરીયાળી નું શરબત પીવાથી શરીરમાં કોલેજનની માત્રા વધે છે. 

બિલાનું શરબત 

ઉનાળામાં બિલાનું શરબત પીવું પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે કોલેજન પણ વધારે છે. બિલાનું શરબત પીવાથી ત્વચા અંદરથી ગ્લો કરે છે. આ શરબત પીવાથી શરીરને એનર્જી પણ મળે છે. સાથે જ શરીર અંદરથી ઠંડુ રહે છે. 

લીંબુ શરબત 

લીંબુ શરબત પણ શરીર અને સ્કીન માટે ફાયદાકારક સાબિત થશે. વિટામીન સી થી ભરપુર લીંબુ શરબત શરીરમાં કોલેજન ઝડપથી પોસ્ટ કરે છે. તેનાથી ગરમીમાં શરીરને ઠંડક પણ મળે છે. 

ચિયાસીડ્સનું શરબત 

ઉનાળામાં જો તમે રિફ્રેશિંગ ફીલ કરવા માંગો છો તો ચિયા સીડ્સનો ઉપયોગ કરો.. એક ગ્લાસ પાણીમાં ચિયા સીડ્સ પલાળી રાખો અને પછી તેમાં લીંબુ અને જરૂર અનુસાર મધ ઉમેરીને પીવાનું રાખો. આ શરબત પીવાથી પણ કોલેજનની માત્રા ઝડપથી વધે છે. 

આમ પન્ના

ઉનાળામાં આમ પન્ના નાના-મોટા સૌ કોઈને ભાવે છે. આ ડ્રિંક પીવાથી લૂ પણ લાગતી નથી અને શરીરને ઠંડક મળે છે. આમ પન્નામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે જે શરીરમાં કોલેજનને બુસ્ટ કરે છે. તેને પીવાથી ઘણી બધી સમસ્યાઓ પણ મટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news