Chia Seeds: ઉનાળામાં ચિયા સીડ્સ ખાવાની જબરદસ્ત રીત, આ રીતે ખાવાથી સ્કિન હાઈડ્રેટ અને ગ્લોઈંગ રહેશે

Chia Seeds : ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. આ વાતાવરણમાં સ્વાસ્થ્યની સાથે ત્વચાનું પણ વધારે ધ્યાન રાખવું પડે છે. ઉનાળામાં સ્કિન હાઈડ્રેટ રહે તે જરૂરી હોય છે. આ કામ કરવામાં મદદ ચિયા સીડ્સ કરી શકે છે.
 

Chia Seeds: ઉનાળામાં ચિયા સીડ્સ ખાવાની જબરદસ્ત રીત, આ રીતે ખાવાથી સ્કિન હાઈડ્રેટ અને ગ્લોઈંગ રહેશે

Chia Seeds : ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. વધતી ગરમીની સાથે સ્વાસ્થ્ય અને ત્વચાનું ધ્યાન રાખવું જરૂરી થઈ જાય છે. ગરમીના દિવસોમાં શરીરને હાઇડ્રેટ અને સ્કિનને ગ્લોઇંગ રાખવી પડકાર બની જાય છે. તડકાના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે અને તેના કારણે સ્કિન ડલ અને બેજાન દેખાવા લાગે છે. જોકે આ ઋતુમાં ચીયા સીડ્સ સુપરફૂડ તરીકે કામ કરી શકે છે. ચીયા સિડ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને શરીરને હાઇડ્રેટ રાખે છે. 

ચિયા સિડ્સમાં પાણીને શોષવાની અદભુત ક્ષમતા હોય છે. તે શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખે છે. ગરમીના દિવસોમાં ચીયા સીડ્સનું સેવન કરવાથી ત્વચામાં પણ મોઈશ્ચર જળવાઈ રહે છે અને ત્વચા પર નેચરલ ગ્લો દેખાય છે. ઉનાળામાં ચીયા સીડ્સ કઈ રીતે ખાવા તેવો પ્રશ્ન થતો હોય તો આજે તમને ચીયા સીડ્સ ખાવાની પાંચ જબરદસ્ત રીત જણાવીએ. આ રીતે ચીયા સીડ્સ ખાવાથી ઉનાળામાં પણ સ્કિન સુંદર દેખાશે અને શરીર ફીટ રહેશે. 

ચીયા સીડ્સ વોટર 

ઉનાળામાં શરીરને હાઇડ્રેટ અને ત્વચાને ગ્લોઇંગ રાખવા માટે ચીયા સીડ્સ વોટર પીવું બેસ્ટ છે. તેના માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચીયા સીડ્સ પલાળી 30 મિનિટ માટે રાખો. ત્યાર પછી તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પી જવું. આ રીતે ચીયા સીડ્સ પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઈટનું બેલેન્સ જળવાઈ રહે છે અને ત્વચાને પોષણ મળે છે. 

ચીયા સીડ્સ લેમોનેડ 

પાણીની જગ્યાએ લેમોનેડમાં પણ ચીયા સીડ્સ પી શકાય છે. તેના માટે એક ગ્લાસ પાણીનો લેવો અને તેમાં ચીયા સીડ્સ, લીંબુનો રસ, ફુદીનાના પાન અને થોડો ગોળ અથવા તો મધ ઉમેરો. 15 થી 20 મિનિટ માટે ચીયા સીડ્સને પલળવા દો અને પછી આ ડ્રિંક પીલો. આ ડ્રિન્ક પાચન સુધારે છે અને સ્કિનને પણ ડીટોક્ષ કરે છે 

ચીયા સીડ્સ સ્મુધી

નાસ્તામાં ચીયા સીડ્સના પેનકેક અથવા તો સ્મુધી બાઉલ બનાવીને પણ લઈ શકાય છે. તેના માટે ઓટ્સ, દૂધ ફ્રુટ અને ચીયા સીડ્સને મિક્સ કરીને રાખો. આ વસ્તુઓને ઠંડી કરીને પણ ખાઈ શકાય છે. જ્યારે ઓટ્સ અને ચીયા સીડ્સ દૂધમાં પલળી જાય તો તેને નાસ્તા તરીકે ખાઈ લો. તેનાથી શરીર એનર્જેટીક રહેશે 

ચીયા સીડ્સ સલાડ 

ઉનાળામાં હેલ્ધી સલાડ ખાવા પણ જરૂરી હોય છે. સલાડમાં ચીયા સીડ્સ ઉમેરીને પણ તમે ખાઈ શકો છો. એક વાટકી સલાડમાં એક ચમચી ચીયા સીડ્સ લીંબુનો રસ અને ઓલીવ ઓઈલ મિક્સ કરો. સલાડ સાથે ચિયાસીડ ખાવાથી શરીરને પોષણ મળે છે અને ત્વચા ચમકદાર બને છે. 

ચીયા સીડ્સ પોપ્સીકલ 

ઉનાળામાં ચીયા સીડ્સમાંથી બનેલી પોપ્સીકલ શરીરને ઠંડક પણ આપશે અને ફાયદો પણ કરશે. તેના માટે નાળિયેર પાણી કે તરબૂચ જેવા ફ્રુટને કાપીને તેમાં ચીયા સીડ્સ મિક્સ કરી ફ્રિઝ કરી દો. ત્યાર પછી પોપ્સીકલ તરીકે ખાવ.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news