)
Face Pack For Instant Glow: ત્વચાની સુંદરતા વધારવી હોય અને દમકતી ત્વચા પાર્લર ગયા વિના મેળવવી હોય તો દસ મિનિટ માટે ચહેરા પર ચણાના લોટમાં આ વસ્તુઓ મિક્સ કરી લગાડી લો. આજે તમને ત્રણ એવી વસ્તુ વિશે જણાવીએ જેનું કોમ્બિનેશન ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવામાં મદદ કરે છે. જો તમે આ વસ્તુઓ ચહેરા પર લગાડો છો તો પાર્લરમાં જઈને ટ્રીટમેન્ટ કરાવવી પણ નહીં પડે તમે ઘરે બેઠા ત્વચા પર નિખાર વધારે શકો છો.
ચણાનો લોટ પોષક તત્વોથી ભરપૂર હોય છે તે વાતો તમે પણ જાણતા હશો પરંતુ શું તમે જાણો છો કે ચણાનો લોટ ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવી શકે છે ? ચણાના લોટમાં યોગ્ય વસ્તુઓ ઉમેરવામાં આવે તો તે ચહેરા પરથી ડેડ સ્કિન અને ડાર્કનેસ તુરંત દૂર કરી શકે છે. અને તમને 10 થી 15 મિનિટમાં જ ચહેરા પર વિઝીબલ ફેરફાર દેખાશે. તો ચાલો તમને જણાવીએ ચણાના લોટનો ઉપયોગ સ્કીન કે રૂટીનમાં કેવી રીતે કરવો.
ઇન્સ્ટન્ટ ગ્લો માટે ફેસપેક
ચેહરા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે અને ડાર્કનેસ દૂર કરવા માટે ચણાના લોટનો ફેસપેક બનાવો. તેના માટે એક વાટકીમાં બે ચમચી ચણાનો લોટ લેવો અને અડધી ચમચી હળદર ઉમેરો. સાથે જ તેમાં કાચું દૂધ ઉમેરો. આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરો. જ્યારે એકદમ સ્મુધ પેસ્ટ તૈયાર થઈ જાય તો આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર અપ્લાય કરો. બેસ્ટ રીઝલ્ટ મેળવવા માટે ફેસપેકને 15 થી 20 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને પછી ચહેરો હૂંફાળા પાણીથી વોશ કરી લો.
ચણાનો લોટ, હળદર અને દૂધનું કેમિકલ ફ્રી ફેસપેક ચહેરા અને ગરદન બંને પર સારી રીતે લગાડવું. આ ફેસપેકને સાફ કરવા માટે હંમેશા હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો. ફેસપેક સુકાઈ જાય એટલે ફેસ ક્લીન કરી લેવો. તમે જોશો કે ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો અને ચમક દેખાવા લાગશે.
આ ફેસપેકનો ઉપયોગ અઠવાડિયામાં એક થી બે વખત કરી શકો છો. જો ચહેરા પર ટૈનિંગ અને ડાઘ વધારે થઈ ગયા હોય તો અઠવાડિયામાં ત્રણ વખત આ ફેસપેક લગાડી શકો છો. આ ફેસપેક લગાડવાથી ત્વચા પર નિખાર ફરી એક વખત આવી જશે અને ત્વચા ગ્લો કરવા લાગશે. ચણાનો લોટ ચહેરાના ડેડ સ્કીન સેલ્સને રીમુવ કરે છે. જેના કારણે ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાય છે.
જે લોકોની ત્વચા સેન્સિટીવ હોય તેમણે આ ફેસપેક આખા ચહેરા પર લગાડતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો. જો ફેસપેકથી કોઈ સમસ્યા ન થાય તો જ તેનો ઉપયોગ કરવો. જોકે આ ફેસપેકમાં એવી કોઈ જ વસ્તુ નથી જે આડઅસર કરે તેથી દરેક વ્યક્તિ આ ફેસપેક નો ઉપયોગ કરી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)