Soft Roti Tips: આ 2 વસ્તુ ઉમેરી રોટલીનો લોટ બાંધજો, રુ જેવી પોચી રોટલી બનશે, ઘી લગાડી દેશો તો ખાવા માટે શાકની જરૂર પણ નહીં પડે

Roti Dough Kneading Tips: રોટલી જો સોફ્ટ અને ફુલેલી હોય તો જ ખાવામાં મજા આવે છે. રોટલી કેવી બનશે તેનો આધાર તેના લોટ પર હોય છે. સોફ્ટ રોટલી બનાવવી હોય તો તેનું ખરું સીક્રેટ તો લોટમાં છુપાયેલું હોય છે. આ સીક્રેટ શું છે આજે તમને જણાવી દઈએ.

Soft Roti Tips: આ 2 વસ્તુ ઉમેરી રોટલીનો લોટ બાંધજો, રુ જેવી પોચી રોટલી બનશે, ઘી લગાડી દેશો તો ખાવા માટે શાકની જરૂર પણ નહીં પડે

Roti Dough Kneading Tips: રોટલી રોજ દરેક ઘરમાં બને છે. રોટલીને અલગ અલગ શાક સાથે સ્વાદ લઈને ખાવામાં આવે છે. પરંતુ રોટલી સારી ત્યારે જ બને છે જ્યારે તેનો લોટ યોગ્ય રીતે બાંધેલો હોય. રોટલીનો લોટ બરાબર ન હોય તો રોટલી બને ત્યારે તો સારી લાગે છે પરંતુ 10 થી 15 મિનિટ પછી જ તે કડક થઈ જાય છે.

જો તમારી સાથે પણ આવું થાય છે અને રોટલી થોડીવારમાં જ કડક થઈ જાય છે તો ચાલો આજે તમને રોટલીને કલાકો સુધી સોફ્ટ રાખવા માટે લોટ કેવી રીતે બાંધવો તે જણાવીએ. જો તમે આ રીતે લોટ બાંધીને રોટલી બનાવશો તો સવારે બનાવીને ટિફિનમાં આપેલી રોટલી પણ રુ જેવી પોચી રહેશે.

રોટલીને એકદમ પાતળી અને સોફ્ટ બનાવવી હોય તો લોટ બાંધતી વખતે તેમાં 2 વસ્તુઓ ઉમેરવી જોઈએ. રોટલીનો લોટ બાંધવા માટે લ્યો ત્યારે તેમાં થોડું મીઠું અને ખાંડનો પાવડર ઉમેરી બરાબર ચાળી લો. ત્યારબાદ ધીરેધીરે પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધો. લોટને 15 થી 20 મિનિટ સુતરાઉ કપડામાં ઢાંકીને રેસ્ટ આપો. ત્યારબાદ તેમાં તેલ ઉમેરી બરાબર મસળીને રોટલી બનાવો. 

જો તમે રોટલીનો લોટ થોડા હુંફાળા પાણીથી બાંધશો તો રોટલી વધારે સારી બનશે. રોટલીનો લોટ બંધાઈ જાય એટલે તેને ભીના કપડા વડે ઢાંકીને રાખો. રોટલીના લોટને બરાબર રેસ્ટ આપી પછી રોટલી બનાવશો તો રોટલી વધારે સારી બનશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news