)
5 Positive Changes for Weight Loss: કેટલાક લોકોને વજન ઘટાડવાનું કામ મુશ્કેલ લાગે છે, કેટલાકને તો સાવ અશક્ય લાગે છે. તમે પણ ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે તેમણે લાખ મહેનત કરી લીધી પરંતુ તેમનું વજન ટસનું મસ નથી થતું. ડાયટિંગ, જીમ સહિતની મહેનત કર્યા પછી જે રિઝલ્ટ જોવા મળે તે કેટલીક સરળ આદતો અપનાવીને પણ મેળવી શકાય છે.
જો તમે અસરકાર કરી વજન ઘટાડવા માંગો છો અને વજન ફરીથી વધે પણ નહીં તેવું ઈચ્છો છો તો તમારે આ 5 આદતોને અપનાવી લેવી જોઈએ. આ 5 આદતો અપનાવી લેવાથી શરીરમાં જે ફેરફાર થશે તે કાયમી હશે. થોડા સમય પુરતા નહીં હોય એટલે કે આ આદતો અપનાવવાથી જે ફેરફાર જોવા મળશે તે કાયમી હશે.
આપણી રોજની આદતો આપણા શરીરને સૌથી વધુ અસર કરે છે. વજનનું પણ આવું જ છે. દિવસ દરમિયાન તમે જે પણ ખાતા કે પીતા હોય અને તમારી લાઈફસ્ટાઈલ જેવી હોય તેની અસર વજન પર જોવા મળે છે. ખાસ કરીને રાતના સમયની કેટલીક આદત વજન વધવાનું કારણ બને છે. તેનાથી વિરુદ્ધ જો તમે રાતના સમયે આ 5 આદતોને અપનાવી લેશો તો તે વજન ઘટાડવામાં મદદરુપ થશે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ આદતો છે જેને અપનાવવાથી વજન મહેનત વિના ઓછું થાય છે.
વજન ઘટાડવામાં મદદ કરતી રાતની 5 આદતો
1. સૌથી પહેલી આદત છે શરીરને ડસ્ટબીન સમજવાનું બંધ કરી દો. એટલે કે રાતના સમયે ભુખ ન હોય તો પણ ઈચ્છા થાય એ બધું ખાવાની આદત છોડી દો. રાત્રે તો ભુખ હોય તેના કરતાં પણ ઓછું જમવું જોઈએ. સુવાનો સમય હોય તેના 2 કલાક પહેલાથી કંઈપણ ખાવું નહીં.
2. જમ્યા પછી ડાયરેક્ટ સુઈ જવાને બદલે જમ્યા પછી થોડીવાર વોક કરો. આદર્શ સ્થિતિ તો એ છે કે જમ્યાના 2 થી 3 કલાક પછી સુવા માટે બેડ પર આડા પડવું જોઈએ. જમ્યા પછી 15 મિનિટ વોક કરવી જરૂરી છે તેનાથી વજન ઘટાડવું સરળ થઈ જાય છે.
3. ત્રીજી આદત છે કે રાત્રે જમ્યા પછી બીજા દિવસનું પ્લાનિંગ કરી લો. બીજા દિવસના હેલ્ધી મીલથી માંડી દિવસના દરેક કામ માટે પ્લાનિંગ કરી લો. તેનું કારણ છે કે જો તમે અગાઉથી નક્કી નથી કરતાં કે બીજા દિવસે શું ખાવું છે તો બીજા દિવસે તમને જે હાથમાં આવશે તે વસ્તુ તમે ખાઈ લેશો. તેનાથી બચવા માટે ખાસ મીલ પ્લાન રાત્રે બનાવી લો.
4. રાત્રે મોડી સુધી ફોન કે ટીવી જોતાં જોતા સમય પસાર કરવો યોગ્ય નથી. સુતા પહેલા ભગવાનનો આભાર માનો, મોબાઈલ ફોન સાઈડમાં રાખો અને થોડીવાર વાંચન કરો. તેનાથી ઊંઘ સારી આવશે અને બીજા દિવસની શરુઆત સકારાત્મકતા સાથે થશે.
5. બીજા દિવસની તૈયારી કરીને સુવાનું રાખો જેથી બીજા દિવસે સવારે મોટિવેશન સાથે થાય. જેમકે વર્ક આઉટ માટેની બોટલ ભરી રાખો, બેગ ભરી રાખો. વર્કઆઉટનો સામાન રેડી રાખો. જેથી બીજા દિવસ રુટીન શરુ કરવામાં આળસ આવે જ નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)