Think Positive: આ 5 આદતો અપનાવી લો, બીજા જ દિવસથી થઈ જશો પોઝિટિવ અને સ્ટ્રેસ ફ્રી

Think Positive: આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં કામનું પ્રેશર, સંબંધોમાં સમસ્યા, આર્થિક ચિંતા અને ડિજિટલ લાઈફસ્ટાઈલ વ્યક્તિને માનસિક રીતે થકાવી નાખે છે. આ સમયે પોઝિટિવ અને સ્ટ્રેસ ફ્રી રહેવું હોય તો આ 5 આદતો અપનાવી લેવી જોઈએ.
 

Think Positive: આ 5 આદતો અપનાવી લો, બીજા જ દિવસથી થઈ જશો પોઝિટિવ અને સ્ટ્રેસ ફ્રી

Think Positive: આજની દોડધામ ભરેલી જિંદગીમાં સ્ટ્રેસ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. સ્ટ્રેસ અલગ અલગ પ્રકારના હોય છે ઘણા લોકોને કામનું પ્રેશર હોય છે, તો ઘણા લોકોને સંબંધોમાં સમસ્યા હોય છે, કેટલાક લોકો આર્થિક ચિંતાથી પરેશાન હોય છે. ડિજિટલ લાઈફ સ્ટાઈલના કારણે પણ વ્યક્તિ માનસિક રીતે થાકી જાય છે. સતત સ્ટ્રેસમાં રહેતી વ્યક્તિ નેગેટિવ વિચારે તે પણ સામાન્ય છે. સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલમાંથી રિલેક્સ થઈને પોઝિટિવ રહેવું હોય તો વ્યક્તિએ કેટલીક નાની નાની આદતોને અપનાવી જોઈએ. આ આદતો અપનાવી લેશો તો તમે સ્ટ્રેસ ફ્રી અને પોઝિટીવ જીવન જીવી શકશો. 

Add Zee News as a Preferred Source

સૌથી મહત્વની વાત એ છે કે આ આદતોને અપનાવવા માટે તમારે કોઈ મોટા ફેરફાર કરવાની પણ જરૂર નથી. બસ તમે થોડા જાગૃત રહીને આ આદતોને અપનાવી લેશો તો માનસિક રીતે મજબૂત થઈ જશો અને તમારું મગજ પણ શાંત રહેશે. આ સ્થિતિમાં તમે પોઝિટિવ વિચારી શકશો અને જીવનનો આનંદ લઈ શકશો. 

માઈન્ડફુલનેસ

માઈન્ડફૂલનેસનો મતલબ છે કે દરેક કામ પૂર્ણ ધ્યાન અને જાગૃતતા સાથે કરો. આ ટેકનિક તમને વર્તમાનમાં જીવવાનું શીખવાડે છે. રોજ 10 મિનિટ મેડીટેશન કરી પોતાના શ્વાસ પર ફોકસ કરો. તમે વર્તમાનમાં જીવવાની શરૂઆત કરી દેશો એટલે નેગેટિવ વિચારોથી મુક્તિ મળી જશે. 

પોતાની સ્પેસને ડિક્લટર કરો 

ઘણી બધી રિસર્ચમાં એવું સામે આવ્યું છે કે અવ્યવસ્થિત ઘર અને અવ્યવસ્થિત ઓફિસ મગજ પર નેગેટિવ અસર કરે છે. જો તમારો રૂમ પણ અસ્તવ્યસ્ત રહેતો હોય તો મેન્ટલ હેલ્થને અસર થશે. તેથી દિવસની શરૂઆતમાં 10 થી 15 મિનિટનો સમય કાઢો અને પોતાની આસપાસની જગ્યાને સાફ કરો અને વધારાની વસ્તુઓને દૂર કરી દો. તેનાથી તમારી પ્રોડક્ટિવિટી પણ વધી જશે.

રૂટીન બનાવો અને ફોલો કરો 

જો એક ફિક્સ રૂટિન ન હોય તો વ્યક્તિનું જીવન અવ્યવસ્થિત થઈ જાય છે. રોજ એક નિયમિત દિનચર્યાને ફોલો કરવી જરૂરી છે તેથી તમે તમારા બધા જ કામ સમયસર પુરા કરી શકો અને આરામ કરવાનો પણ સમય મળે. તેથી રોજ સવારે જલ્દી જાગી જાઓ અને રાતનો સમયે સુધી વખતે બીજા દિવસનું પ્લાનિંગ કરી લો. તેનાથી વર્ક લાઈફ બેલેન્સ સારી રીતે જળવાશે અને ચિંતા પણ ઓછી થશે. 

સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરો 

આજના સમયમાં દરેક વ્યક્તિના જીવનમાં ડિજિટલ ઉપકરણો મહત્વનો ભાગ બની ગયા છે પરંતુ તેમ છતાં શક્ય હોય ત્યાં સુધી સ્ક્રીન ટાઈમ ઘટાડી નાખો. જરૂરી કામ થઈ જાય પછી મોબાઈલ, લેપટોપ જેવી વસ્તુઓથી દૂર રહો અને પોતાના લોકો સાથે સમય પસાર કરો. દિવસમાં એક કલાક એવી રાખો કે તમે ફોન અને લેપટોપનો ઉપયોગ ન કરો.

સેલ્ફ કેર કરો 

દોડધામ કરેલી જિંદગીમાં તમને પોતાના માટે સમય મળતો નથી. લાંબા સમય સુધી જો તમે સેલ્ફ કેર પર ધ્યાન નહીં આપો તો તે પણ સ્ટ્રેસનું કારણ બની જશે. તેથી દિવસમાં ઓછામાં ઓછી એક કલાક સેલ્ફ કેર અને પોતાની પસંદગીની એક્ટિવિટી કરવામાં પસાર કરો. તેનાથી મેન્ટલ હેલ્થ સુધરશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news