)
Alum Water Bath Benefits: ફટકડી દરેકના ઘરમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે. ફટકડી માર્કેટમાં સરળતાથી મળી રહે તેવી સસ્તી વસ્તુ છે. વર્ષોથી ઘરેલુ નુસખામાં ફટકડીનો ઉપયોગ થાય છે. ખાસ તો ફટકડીનો ઉપયોગ દાંત સાફ કરવામાં, પાણીને શુદ્ધ કરવામાં થાય છે. પરંતુ આજે તમને ફટકડીથી થતા એવા લાભ વિશે જણાવીએ જેનાથી તમારી મોટાભાગની સમસ્યા દુર થઈ જશે.
જો તમે આ રીતે ફટકડી યુઝ કરવાનું શરુ કરશો તો તમારી સ્કિન ક્લીન રહેશે, પરસેવાની વાસ નહીં આવે, સ્કિનના રોગથી રાહત મળશે. તો ચાલો તમને જણાવીએ આ ફાયદા માટે ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવો.
ફટકડીથી ઉપર જણાવેલા ફાયદા મેળવવા હોય તો સપ્તાહમાં 2 થી 3 વખત નહાવાના પાણીમાં ફટકડી ઉમેરી દેવી. ફટકડીને પાણીમાં ઓગાળી આ પાણીથી નહાવાનું શરુ કરો. જો કે ફટકડીના પાણીથી રોજ નહાવું નહીં તેનાથી એલર્જી પણ થઈ શકે છે. સપ્તાહમાં 2 કે 3 વખત જ ફટકડીનો ઉપયોગ કરવો.
ફટકડીના પાણીથી નહાવાના ફાયદા
1. ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ત્વચા પરના બેક્ટેરિયાને ખતમ કરે છે. તેનાથી પરસેવાની વાસ, ખંજવાળ અને ફંગલ ઈંફેકશનની સમસ્યામાં ફાયદો થાય છે.
2. જે લોકો આખો દિવસ બહાર રહેતા હોય તેમના પરસેવામાંથી વાસ આવતી હોય છે. જો તમે ફટકડીના પાણીથી નહાવાનું રાખો છો તો તેનાથી વાસ દુર થઈ જાય છે.
3. ફટકડીનું પાણી ત્વચાને ટાઈટ કરવામાં મદદ કરે છે. એટલે જ તો લોકો ફટકડીને ચહેરા પર કે શરીર પર પણ લગાડતા હોય છે જેથી સ્કિન સ્મુધ અને ગ્લોઈંગ દેખાય.
4. ફટકડીના પાણીથી નહાવાથી સ્કિન પરના ડાઘ આછા થવા લાગે છે અને ત્વચાને ફ્રેશ લુક મળે છે.
જો કે ફટકડીનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો જોઈએ. જે લોકોની સ્કિન ડ્રાઈ હોય તેમણે ફટકડીનો ઉપયોગ કરવો નહીં. કારણ કે ફટકડીથી સ્કિન પર ડ્રાયનેસ વધી શકે છે. આ સિવાય ઘણા લોકોને ફટકડીથી એલર્જી પણ હોય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)