Night Skin care: સુતા પહેલા ચહેરા પર અપ્લાય કરો આ 2 વસ્તુઓ, ઠંડીમાં પણ ત્વચા દેખાશે ગ્લોઈંગ

Night Skin care Routine: રાત્રે સ્કિન કે રૂટીન ફોલો કરવાનું સૌથી મોટું કારણ એ છે કે આખા દિવસ પછી ત્વચાને પણ આરામની જરૂર હોય છે. રાતના સમયે ત્વચા રીપેરીંગની પ્રક્રિયા ઝડપથી કરે છે. તેવામાં જો તમે રાત્રે સ્કિનની દેખરેખ યોગ્ય રીતે કરો છો તો તેનાથી સુંદરતા અને સ્કિનની હેલ્થ બંને વધે છે

Night Skin care: સુતા પહેલા ચહેરા પર અપ્લાય કરો આ 2 વસ્તુઓ, ઠંડીમાં પણ ત્વચા દેખાશે ગ્લોઈંગ

Night Skin care Routine: દિવસ દરમિયાન જે રીતે ત્વચાની માવજત કરવામાં આવે છે તે રીતે રાત્રે પણ ત્વચાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે રાત્રે યોગ્ય સ્કિન કે રૂટીન ફોલો કરો છો તો ત્વચા પર તેની અસર સૌથી વધુ દેખાય છે. રાત્રે સ્કિન કે રૂટીન ફોલો કરવાનું સૌથી મોટું કારણ એ છે કે આખા દિવસ પછી ત્વચાને પણ આરામની જરૂર હોય છે. રાતના સમયે ત્વચા રીપેરીંગની પ્રક્રિયા ઝડપથી કરે છે. તેવામાં જો તમે રાત્રે સ્કિનની દેખરેખ યોગ્ય રીતે કરો છો તો તેનાથી સુંદરતા અને સ્કિનની હેલ્થ બંને વધે છે. શિયાળાની ઋતુમાં સ્કિનને ગ્લોઇંગ અને સુંદર રાખવી હોય તો રાતના સમયે 2 નેચરલ વસ્તુઓ ચહેરા પર અપ્લાય કરો. 

Add Zee News as a Preferred Source

રાત્રે સુતા પહેલા આ રૂટીન ફોલો કરો 

1. રાત્રે સુતા પહેલા હંમેશા ચહેરાની સફાઈ કરો અને મેકઅપ સાફ કરી લો. કામ કરવાથી ચહેરા પર જામેલી ધૂળ, માટી, પરસેવો બધું જ નીકળી જશે. ત્વચાને રાત્રે સાફ કરી લેવાથી પીમ્પલ અને એકની સમસ્યા પણ ઓછી થઈ જાય છે 

2. સ્કિનને સાફ કર્યા પછી ઠંડીના દિવસોમાં સ્કીનને પોષણ આપવા માટે અને સ્કીનમાં સોફ્ટનેસ જાળવી રાખવા માટે મોશ્ચુરાઈઝર અપ્લાય કરો. તેનાથી ત્વચાને પોષણ મળશે. અને લાંબા સમય સુધી સ્કીન સોફ્ટ અને હેલ્ધી રહેશે. 

3. સ્કિનને પોષણ અને મોઈશ્ચર આપવા માટે નેચરલ ઓઇલનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી સ્કિનની ડ્રાયનેસ ઓછી થાય છે અને સ્કિન હેલ્ધી બને છે. એસેન્સિયલ ઓઇલના બદલે તમે ત્વચા પર નાળિયેર તેલ, બદામનું તેલ કે પછી શિયા બટર પણ અપ્લાય કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news