)
Beetroot Face Pack: નવરાત્રી ચાલી રહી છે અને પછી દિવાળીની તૈયારીઓ શરુ થઈ જશે. આ સમયે ઘરની રોનક વધારવાની સાથે લોકો ચહેરાની ચમક વધે તેવા પ્રયત્ન પણ કરે છે. ચહેરા પર ચમક હોય તો તહેવારની મજા બમણી થઈ જાય છે.
ઘણા લોકો એવા હોય છે જેમને સ્કિન સંબંધિત સમસ્યા વધારે પરેશાન કરે છે. સ્કિન કેર રુટીન ફોલો કરવું પણ ખૂબ જરૂરી હોય છે. નહીં તો સ્કિન પર ડાઘ, એકને, કરચલીઓ સહિતની સમસ્યા દેખાય છે. આ સમસ્યાઓ વચ્ચે જો તમે સ્કિન પર ઈન્સ્ટન્ટ ગ્લો લાવવા માંગતા હોય તો બીટનો ફેસપેક આ રીતે બનાવી સ્કિન પર અપ્લાય કરો.
બીટનો ફેસપેક બનાવવાની રીત
બીટનો ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા બીટને પાણીથી સારી રીતે ધોઈ અને ખમણી લો. તમે બીટની પેસ્ટ પણ બનાવી શકો છો. બીટને ખમણી લીધા બાદ તેને એક કપડામાં બાંધી રસ કાઢી લો. બીટના રસમાં મધ મિક્સ કરો અને ચહેરા તેમજ ગરદન પર સારી રીતે અપ્લાય કરો. સ્કિન કેર રુટીનમાં આ ફેસપેકનો સમાવેશ કરો. આ ફેસપેક લગાડવાથી સ્કિન સુંદર અને ચમકદાર દેખાશે.
બીટનો ફેસપેક લગાડવાના ફાયદા
1. બીટનો ફેસપેક ચહેરા પર લગાડવાથી ડાઘ-ધબ્બાથી છુટકારો મળી શકે છે. તેનાથી સ્કિન પર ગુલાબી નિખાર આવે છે. આ ફેસપેકને 10 થી 15 લગાવી રાખો અને પછી પાણીથી ચહેરો સાફ કરો.
2. બીટનો ફેસપેક લગાડવાથી સ્કિન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. તમે આ ફેસપેક રોજ પણ લગાડી શકો છો. તેનાથી ચહેરા પર ગ્લો વધે છે.
3. બીટનો રસ ચહેરા પર લગાડવાથી રુખી અને બેજાન ત્વચાથી છુટકારો મળી શકે છે. આ ફેસપેક સ્કિન માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી ત્વચાને નમી મળે છે અને સ્કિન સોફ્ટ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)