Lizard: દિવાળીની સફાઈ પછી દિવાલ પર લગાડી દેજો આ વસ્તુ, ગરોળી ઘરમાં આવતી બંધ થઈ જશે
Lizard Removal Tips: આ વર્ષે દિવાળીની સફાઈ પછી જ્યાં પણ ગરોળી જોવા મળતી હોય તે જગ્યાએ આ વસ્તુઓ લગાડી દેજો. આ વસ્તુની સુગંધથી ઘરમાં ગરોળી આવતી બંધ થઈ જશે.
Trending Photos
)
Lizard Removal Tips: દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ સમયે ઘરમાં સાફ-સફાઈ જોરથી કરવામાં આવે છે. દરેક ઘરમાં સાફ-સફાઈ નું કામ દિવાળી પહેલા જ શરૂ થઈ જાય છે. દિવાળીની સાફ-સફાઈ દરમિયાન સૌથી મોટી સમસ્યા ગરોળી તરીકે સામે આવે છે. ઘરના માળીયા અને દીવાલોની સફાઈ કરતી વખતે ગરોળીઓ નીકળી અને ભાગતી દેખાય છે. ઘરના ખૂણે ખાચરે સંતાઈને રહેતી ગરોળીઓને ભગાડવા માટે બે વસ્તુની મદદ લઈ શકો છો.
ગરોળીની સફાઈ કરો ત્યારે આ બે વસ્તુનો ઉપયોગ કરશો તો ગરોળી ઘરમાંથી ભાગી જશે. ઘરની સફાઈ કર્યા પછી પણ આ બે વસ્તુ દીવાલ ઉપર લગાડી દેવાથી ગરોળી ઘરમાં આવતી બંધ થઈ જશે. તો ફટાફટ જાણી લો કઈ બે વસ્તુનો ઉપયોગ કરવાથી ગરોળી એક વાર ઘરમાંથી જશે પછી પાછી નહીં આવે.
કપૂર
પૂજા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતું કપૂર ગરોળીને ભગાડવામાં કારગર છે. કપૂરની તીવ્ર ગંધ ગરોળીઓને પસંદ નથી. જો તમારા ઘરમાં ગરોળી વધારે હોય તો કપૂરના નાના નાના ટુકડા ઘરના અલગ અલગ ખૂણામાં રાખી દો. ઘરની સફાઈ કરો ત્યારે પણ કપૂરના પાણીથી દિવાલ પર પોતુ કરી દો. આમ કરવાથી ગરોળી તે જગ્યાએ આવતી બંધ થઈ જશે. આ સિવાય રસોડાના કેબિનેટમાં, કબાટમાં અને બારીની આસપાસ પણ કપૂર લગાડી દો તેની તીવ્ર ગંધથી ગરોળી ઘરમાં આવતી જ બંધ થઈ જશે. દિવાળીની સફાઈ કર્યા પછી દર અઠવાડિયે ઘરની અલગ અલગ જગ્યાએ કપૂર રાખી દેવું.
લસણ અને ડુંગળી
લસણ અને ડુંગળીની ગંધથી પણ ગરોળી ભાગે છે. ડુંગળી અને લસણના ટુકડા કરીને એ જગ્યાએ રાખી દો જ્યાંથી ગરોળી અંદર આવતી હોય. જ્યાં સુધી ડુંગળી લસણ હશે ત્યાં સુધી ગરોળી ઘરમાં આવશે નહીં. તમે લસણ અને ડુંગળીનું પાણી બનાવીને પણ ઘરના ખૂણામાં છાંટી શકો છો જ્યાં ગરોળી વધારે ફરતી હોય. આ પાણી છાંટવાથી પણ ગરોળી ઘરમાં આવતી બંધ થઈ જશે.
આ બે ઉપાય કરવાની સાથે દિવાળીની સફાઈ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ઘરમાંથી નકામી વસ્તુઓ કાઢી નાખો. ઘરમાં નકામી વસ્તુઓ પડી હોય તેમ જ ગરોળી છુપાઈને રહેતી હોય છે. ખાસ કરીને ઘરના ખૂણામાં ગંદકી થવા ન દો. ગંદકીમાં ગરોળી વધારે આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














