)
Curd Skin Benefits: આજની દોડધામ ભરેલી જિંદગીમાં જીવનશૈલી અને આહારમાં ઘણા બધા ફેરફાર થઈ ગયા છે. જેની અસર ત્વચા પર પણ દેખાય છે. આ સ્થિતિમાં સ્કીનને સુંદર રાખવી મુશ્કેલ કામ થઈ ગયું છે.. કારણ કે આહારની અસર અને પ્રદૂષણના કારણે ત્વચાને નુકસાન પણ વધારે થાય છે.. ત્વચા પર ખીલ, ડલનેસ અને એજિંગના લક્ષણો ઝડપથી દેખાવા લાગે છે. આવી સમસ્યાઓથી બચવા માટે અને સ્કિનને હેલ્ધી રાખવા માટે સ્કિન કેર રૂટિન ફોલો કરવું જરૂરી છે.
જો તમે પણ ત્વચાને બેદાગ અને ગ્લોઇંગ રાખવા માંગો છો તો આ કામમાં દહીંનો ઉપયોગ કરી શકો છો. દહીં દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. બ્યુટી એક્સપર્ટ અનુસાર દહીં ત્વચા માટે સૌથી બેસ્ટ છે. દહીંનો ઉપયોગ કરવાથી ત્વચાને ફાયદો થાય છે. તો ચાલો જાણીએ દહીંનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
દહીં અને લીંબુ
જો તમારી ત્વચા ડલ થઈ ગઈ છે અને તમારે ત્વચા પર નિખાર લાગવો છે તો દહીંમાં લીંબુનો રસ મિક્સ કરી ચહેરા પર અપ્લાય કરો. બે ચમચી દહીં લઈ તેમાં થોડા ટીપા લીંબુના મિક્સ કરી ચહેરા અને ગરદન પર લગાડો. થોડીવાર માટે તેને લગાવી રાખો અને પછી ચહેરો સાફ કરી લો.
દહીં અને મધ
ત્વચાને સોફ્ટ અને ચમકદાર બનાવવી હોય તો દહીં અને મધ સૌથી બેસ્ટ છે. દહીં અને મધ ત્વચાને સોફ્ટનેસ આપે છે અને સ્કીન સંબંધિત સમસ્યા દૂર કરે છે. આ ફેસપેક બનાવવા માટે દહીંમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો અને 15 મિનિટ પછી પાણીથી સાફ કરો.
દહીં અને હળદર
હળદર સાથે દહીંનો ઉપયોગ કરવો પણ લાભકારી છે. હળદરમાં પણ એવા ગુણ હોય છે જે ત્વચાને રીપેર કરે છે અને સુંદર બનાવે છે.. તેના માટે દહીંમાં હળદર મિક્સ કરી સ્કિન પર અપ્લાય કરો અને 5 મિનિટ મસાજ કરો. ત્યાર પછી 10 મિનિટ આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો અને પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)