)
Haldi Face Pack: સ્કિન કેરમાં હળદરનો ઉપયોગ દાદી-નાનીના સમયથી થતો આવે છે. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને ત્વચાની સુંદરતા વધારવામાં પણ હળદર અસરદાર છે. પરંતુ સ્કિન પર હળદરનો ઉપયોગ સમજપૂર્વક કરવો જરૂરી છે. હળદર એવી વસ્તુ છે જેને તમે રોજ સ્કિન પર લગાડી શકતા નથી. સપ્તાહમાં બે થી ત્રણ વખત જ હળદરનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ હળદરને ડાયરેક્ટ સ્કિન પર અપ્લાય કરવાનું પણ ટાળવું. આજે તમને 3 એવી વસ્તુ વિશે જણાવીએ જેમાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાડી શકાય છે. આ વસ્તુઓ સાથે હળદર લગાડવાથી બેસ્ટ રીઝલ્ટ પણ મળે છે.
ચણાનો લોટ અને દહીં
ચણાનો લોટ અને દહીં એવી વસ્તુ છે જેની સાથે હળદર લગાડી શકાય છે. ચહેરા માટે આ એક્સફોલિયેટિંગ ફેસપેક સાબિત થશે. તેના માટે એક ચમચી ચણાના લોટમાં, એક ચમચી દહીં અને ચપટી હળદર મિક્સ કરો. તૈયાર કરેલા મિશ્રણને ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ માટે રહેવા દો. ત્યાર પછી સ્કિન સાફ કરો. તેનાથી ચહેરો ઓઇલી નહીં દેખાય અને ડેડ સ્કિન દૂર થઈ જશે.
દૂધ
ચહેરા પર હળદર લગાડવી હોય તો દૂધ પણ પરફેક્ટ સાબિત થશે. એક વાટકીમાં બેથી ત્રણ ચમચી દૂધ લેવું અને તેમાં ચપટી હળદર મિક્સ કરો. રૂની મદદથી આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 10 મિનિટ માટે રાખો. ત્યાર પછી સ્કિનને બરાબર સાફ કરી લો. દૂધ અને હળદર ચહેરાને હાઇડ્રેશન પૂરું પાડે છે અને ડ્રાયનેસ દૂર કરે છે.
મધ
જે લોકોને સ્કિન પર એકનેની સમસ્યા હોય તેમણે મધમાં મિક્સ કરીને હળદર લગાડવી જોઈએ. હળદર અને મધનું ફેસપેક ચહેરા પર ચમક વધારે છે. હળદર અને મધને ચહેરા પર 10 મિનિટ માટે લગાવો અને પછી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.
હળદર ખૂબ જ અસરકારક વસ્તુ છે. જો તમે રોજ ચહેરા પર હળદર લગાડશો તો ત્વચા પીળી પડી જશે તેથી હળદરનો ફેસપેક ચેહરા પર સપ્તાહમાં બે કે વધુમાં વધુ ત્રણ વખત જ લગાડો. ફેસપેકમાં પણ હળદરનું પ્રમાણ ઓછું જ રાખવું ચહેરા પર હળદરનો ફેસપેક 15 મિનિટથી વધારે ક્યારેય ન રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)