Mosquito: શરીર પર આ તેલ લગાડીને બહાર નીકળજો, ગાર્ડનમાં બેસશો તો પણ મચ્છર નહીં કરડે

Neem Oil For Mosquito: મચ્છરનું નામ આવતાં જ લોકોના મનમાં ડર આવી જાય છે. કારણ કે મચ્છરના કરડવાથી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેથી જ ગાર્ડન જેવી જગ્યાએ બેસવા જવાનું પણ લોકો ટાળે છે. પરંતુ હવે તમારે આવું નહીં કરવું પડે.
 

Mosquito: શરીર પર આ તેલ લગાડીને બહાર નીકળજો, ગાર્ડનમાં બેસશો તો પણ મચ્છર નહીં કરડે

Neem Oil For Mosquito: ગરમી અને વરસાદની ઋતુ દરમ્યાન મચ્છરનો આતંક વધી જાય છે. મચ્છરથી બચવા માટે ઘરમાં તો લિક્વિડ તેમજ મચ્છર માટેની અગરબત્તીઓનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ જ્યારે ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે મચ્છરથી બચવું મુશ્કેલ થઈ જાય છે. ગાર્ડન કે ખુલ્લી જગ્યામાં બેસવામાં પણ મચ્છરના કારણે ડર લાગે છે. મચ્છરના કરડવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા સર્જાઇ શકે છે તેથી જ સાંજના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ઘણા લોકો ટાળતા હોય છે. પરંતુ હવે તમારે આવું કરવાની જરૂર નહીં પડે. ઘરની બહાર નીકળો ત્યારે લીમડાના તેલનો ઉપયોગ કરવો. જો તમે આ તેલ વાપરશો તો મચ્છર તમારી આસપાસ પણ નહીં ફરકે. 

લીમડાના તેલનો કરો ઉપયોગ 

પ્રાચીન સમયથી જ લીમડાના તેલને આયુર્વેદિક ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. લીમડાનું તેલ શરીરને અલગ અલગ રીતે ફાયદો કરે છે. જો તમે તેને શરીર પર લગાડો છો તો તે તમને મચ્છરથી પણ બચાવશે. મચ્છરથી બચવાનો આ એક નેચરલ અને સેફ ઉપાય છે. તેનાથી મચ્છર દૂર રહે છે. 

કેવી રીતે કરવો લીમડાના તેલનો ઉપયોગ ?

લીમડાના તેલમાં કેવા કમ્પાઉન્ડ હોય છે જે મચ્છરને દૂર રાખે છે. લીમડાના તેલની તીવ્ર ગંધ મચ્છરને રોકે છે. એક સ્ટડી અનુસાર લીમડાનું તેલ એક વખત લગાડ્યા પછી 4 થી 6 કલાક સુધી અસરકારક રીતે મચ્છરને દૂર રાખે છે. લીમડાના તેલને નાળિયેરના તેલમાં મિક્સ કરીને ત્વચા પર લગાડવું જોઈએ. લીમડાનું તેલ ડાયરેક્ટ સ્કીન પર અપ્લાય કરવાથી એલર્જી થઈ શકે છે તેથી તેમાં નાળિયેરનું તેલ મિક્સ કરીને શરીર પર તેનો લગાડો. 

લીમડાના તેલના અન્ય ફાયદા 

- લીમડાનું તેલ એન્ટી બેકટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર હોય છે તેને લગાડવાથી ત્વચાની સમસ્યામાં પણ ફાયદો થાય છે. 

- લીમડાનું તેલ લગાડવાથી ત્વચા ક્લિયર અને બ્રાઇટ દેખાવા લાગે છે. 

- લીમડાના તેલમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે તેથી ત્વચા પર થયેલી ઇજાને પણ તે ઝડપથી મટાડે છે અને બળતરા ને શાંત કરે છે. 

લીમડાનું તેલ મચ્છરને દૂર રાખવાનો એક અસરકારક અને ઇકો ફ્રેન્ડલી ઉપાય છે. લીમડાનું તેલ લગાડવાથી કોઈ પણ પ્રકારની આડઅસર પણ થતી નથી. તેથી તમે ચિંતા મુક્ત થઈને લીમડાનું તેલ અપ્લાય કરી શકો છો. લીમડાનું તેલ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news