)
Morning Bad Habits: સવારે ઉઠવાની સાથે-સાથે રાત્રે સૂવા પર લોકો પોતાના મોબાઇલમાં લાગેલા હોય છે. આજની જીવનશૈલીમાં મોબાઈલ ફોન વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. રોટી, કપડાની સાથે-સાથે મોબાઈલ ફોન પણ લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. તેવામાં ફોનની આ લત તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. ખાસ કરી સવારે ઉઠી ફોન જોવો તમને ઘણા ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ સમાચારમાં અમે તમને જણાવીશું કે સવારે ઉઠવાની સાથે ફોન જોવાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડી શકે છે.
ઊંઘ ન આવવામાં સમસ્યા
સવારે ઉઠવાની સાથે મોબાઈલ જોવાથી સ્લીપ સાયકલ પર ખરાબ અસર પડી શકે છે. હકીકતમાં જ્યારે તમે ઉઠવાની સાથે ફોન જુઓ છો તો ફોનથી આવનાર બ્લૂ લાઇટ આંખો પર અસર કરે છે, જેનાથી દિવસભર થાકનો અનુભવ થાય છે અને રાત્રે સૂવા સમયે સમસ્યા થઈ શકે છે. જો તમે સતત આમ કરો તો તમને ઊંઘ આવવામાં સમસ્યા આવી શકે છે.
તણાવ અને ચિંતા
સવારે ઉઠતાની સાથે જ ફોન જોવાથી તણાવ કે ચિંતા થઈ શકે છે. ઊંઘ પૂરી કર્યા પછી જાગ્યા પછી મન હળવું રહે છે. આવી સ્થિતિમાં, જો આપણે જાગતાની સાથે જ સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવાનું શરૂ કરીએ, તો કોઈપણ નકારાત્મક સંદેશ અથવા ચેતવણી તમારું ટેન્શન વધારીને તમારો મૂડ બગાડી શકે છે. કેટલીકવાર તે તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે, જે ઉચ્ચ હાર્ટ રેટ જેવી શારીરિક સમસ્યાઓ તરફ દોરી શકે છે.
આંખ પર ખરાબ અસર
મોબાઈલમાંથી આવતી બ્લૂ લાઇટ આંખ પર દબાવ ઉભો કરે છે. તેથી જો તમે સવારે ઉઠવાની સાથે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તેથી આંખોમાં થાક, શુષ્કતા અને ઝાંખા પડવાની સમસ્યા થઈ શકે છે.
કામ પર અસર
સવારે ઉઠવાની સાથે ફોન જોવાથી એકાગ્રતા અને પ્રોડક્ટિવિટી ઓછી થાય છે. સવારે ઉઠી ફોન જોવામાં આપણે ઘણો સમય બરબાદ કરીએ છીએ. તેની અસર આપણા પર્સનલ અને પ્રોફેશનલ જીવન પર પડે છે અને કામની પ્રોડક્ટિવિટી ડાઉન થાય છે. સવારે ઉઠી ફોન જોવાથી દિવસભર કામમાં એકાગ્રતાની કમી થઈ શકે છે.
લત
સવારે ઉઠી ફોન જોવાની આદત કોઈ લત જેવી છે. તેનાથી તમે દિવસભર મોબાઈલમાં ગુંચવાયેલા રહો છો.
ડિસ્ક્લેમર
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.