દાંતની સફાઈ કરવા માટે આ ફળની છાલનો કરો ઉપયોગ, મોતીની જેમ ચમકી જશે તમારા દાંત
Teeth Whitening Tips: જો તમે પણ દાંતને મોતીની જેમ ચમકાદાર બનાવવા ઈચ્છો છો તો કેળાનો ઉપયોગ કરી શકો છો.
Trending Photos
Banana Peel For Teeth Whitening In Gujarati : પીળા દાંત કોઈને પસંદ હોતા નથી. દરેક લોકો ઈચ્છે છે કે તેના દાંત મોતીની જેમ ચમકદાર બને. પરંતુ ઘણા લોકોની આ ઈચ્છા પૂર્ણ થઈ શકતી નથી. કારણ કે તેના દાંતમાં પીળી પરત જામેલી હોય છે. તમને જણાવી દઈએ કે પીળા દાંતના ઘણા કારણ હોઈ શકે છે જેમ કે ખાન-પાનની આદતો, દવાઓ, ધૂમ્રપાન કે મૌખિક સ્વચ્છતાની કમી, ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, રેડ વાઇન, ડાર્ક સોડા વગેરે. જો તમે પણ તમારા દાંતને મોતીની જેમ ચમકદાર બનાવવા ઈચ્છો છો તો કેળાનો ઉપયોગ કરી શકો છો. કેળા માત્ર સ્વાસ્થ્ય માટે નથી, પરંતુ સુંદરતા વધારવામાં પણ મદદગાર છે.
કેળાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ માનવામાં આવે છે અને માત્ર કેળા જ નહીં તેની છાલ પણ પોષણથી ભરપૂર હોય છે. કારણ કે તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્ત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
કેળાની છાલમાં બ્લીચિંગના ગુણ હોય છે, જે તમારા દાંતને સાફ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ટીથ વાઇટનિંગ માટે કેળાની છાલનો ઉપયોગ કરી શકાય છે. જે કેળાની છાલ તમે બેકાર સમજી કચરામાં ફેંકો છો તે દાંત સાફ કરવામાં ઉપયોગી થઈ શકે છે. કેળાની છાલમાં રહેલાં તત્વો દાંતમાં જામેલી ગંદકીને હટાવવામાં મદદરૂપ થઈ શકે છે.
કઈ રીતે કરશો ઉપયોગ- (How To Use Banana Peel For White Teeth)
દાંત માટે કેળાની છાલનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા એક બાઉલમાં કેળાની છાલનો પલ્પ કાઢી લો. પછી તેમાં થોડું મીઠું અને થોડો લીંબુનો રસ નાખીને મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા દાંત પર લગાવો અને થોડીવાર ઘસો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. થોડા દિવસો સુધી સતત આમ કરવાથી તમે જાતે જ ફરક જોઈ શકો છો.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે