)
Beetroot Face Pack For Glowing Skin: હર કોઈ ઈચ્છે છે કે તેનો ચહેરો ગ્લો કરે અને તેના માટે તેને હજારો રૂપિયાનો ખર્ચ પણ ન કરવો પડે. મોટાભાગે તો લોકો નેચરલ વસ્તુઓથી જ સ્કીન કેર કરવા માંગે છે. કારણ કે ઘણી વખત કેમિકલ યુક્ત પ્રોડક્ટના કારણે સ્કિનને નુકસાન પણ પહોંચે છે. શિયાળામાં જો તમે ત્વચા પર નેચરલ ગ્લો વધારવા માંગતા હોય તો તેના માટે બીટ સૌથી બેસ્ટ સાબિત થઈ શકે છે. બીટનો ઉપયોગ કરીને તમે ગ્લોઇંગ સ્કીન મેળવી શકો છો. આજે તમને બીટથી બનતા એક ફેસપેક વિશે જણાવીએ જે ચહેરાની ગંદકી અને ટેનિંગને સાફ કરે છે અને સાથે જ ચેહરાની સ્કિનને ગ્લોઇંગ બનાવે છે.
ચેહરા પર ટેનિંગ થઈ ગયું હોય, ચહેરા પર ડેડ સ્કીન વધી ગઈ હોય કે પછી કાળી ઝાંયી દેખાતી હોય તો તે બધી જ સમસ્યાને દૂર કરવા માટે બીટનો ઉપયોગ કરી શકો છો. બીટ દરેક ઘરમાં સરળતાથી મળી રહે છે. ચેહરા પર બીટનો ઉપયોગ કરવો હોય તો બીટ ના ટુકડા કરી તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી કોફી પાવડર મિક્સ કરો. આ મિશ્રણને ચેહરા પર સારી રીતે લગાવો. પાંચ મિનિટ ચહેરા પર સ્ક્રબ કરો અને પછી દસ મિનિટ માટે તેને રાખો. આ ફેસપેક લગાડવાથી બ્લેક સ્પોટ, વ્હાઇટ સ્પોટ અને ડેડ સ્કીન સાફ થઈ શકે છે.
આ સિવાય તમે ચણાના લોટ અને બીટનો ફેસપેક પણ યુઝ કરી શકો છો. તેના માટે બીટનો રસ કાઢી અને તેમાં ચણાનો લોટ મિક્સ કરો. આ ફેસપેકને ચહેરા અને ગરદન પર 15 મિનિટ માટે લગાવો. 15 મિનિટ પછી ચહેરાને સાફ કરી લો. આ ફેસપેકથી ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આવે છે જો તમારે અચાનક ક્યાંય જવાનું થાય તો તમે આ ફેસપેક લગાડી શકો છો.
હેલ્થ એક્સપર્ટ અનુસાર બીટની જેમ બીટની છાલ પણ સ્કિન માટે ફાયદાકારક છે. બીટની છાલ સ્કિનની ઇલાસ્ટિસીટી વધારે છે. બીટમાં એન્ટિ ઓક્સિડન્ટ ગુણ હોય છે. બીટનો ઉપયોગ કરવાથી સ્કિનની ઇલાસ્ટીસિટી સુધરે છે અને સ્કિન પર ગ્લો આવે છે તેના કારણે ચેહરા પર દેખાતી ઝાંઈ, ટેનિંગ અને ડાર્ક સ્પોટ દૂર થવા લાગે છે અને સ્કીન બેદાગ દેખાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)